દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. આ સમયે માહિતી મળી રહી છે કે PM મોદી તેમની 7મી બેઠકમાં 3 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવાના છે. આ બેઠક 27 જુલાઈએ મળનારી છે. જાણો બેઠકમાં કોણ કોણ થશે સામેલ અને શું ફરીથી લોકડાઉનને લઈને કરાશે ચર્ચા. આ સાથે જ આ દિવસે પીએમ મોદી 3 નવી પ્રયોગશાળાઓનું પણ નોઈડા, કોલકત્તા અને મુંબઈમાં વીડિયો કોન્ફરન્સની મદદથી ઉદ્ઘાટન કરશે.
27 જુલાઈએ PM મોદીની બેઠક
3 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
બેઠકમાં સામેલ રહેશે આ વ્યક્તિઓ
દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક 27 જુલાઈએ યોજાઈ રહી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન હાજર રહેશે. તેમની સાથે મળતી માહિતી અનુસાર દરેક મુખ્યમંત્રીની સાથે સ્વાસ્થ્ય મંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી અને સ્વાસ્થ્ય સચિવ પણ હાજર રહેશે. તેનાથી દરેક બાબતને નજીકથી અને ઝીણવટથી જાણી શકાશે.
PM મોદીની આ 7મી બેઠક
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ બાદ PM મોદી સતત 7મી વખત રાજ્યોના સીએમ સાથે વાત કરી રહ્યા છે અને સ્થિતિને જાણવાની કોશઇશ કરી રહ્યા છે. આ મીટિંગમાં અનલૉક 2 બાદની રણનીતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
On 27th July, PM Narendra Modi will inaugurate three new high-throughput labs of the Indian Council of Medical Research (ICMR) at Noida, Kolkata & Mumbai through video conference. CMs Yogi Adityanath, Mamata Banerjee & Uddhav Thackeray will also take part in the virtual event. pic.twitter.com/zALS6wfWEq
આ દિવસે એટલે કે PM મોદી 27 જુલાઈએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી નોઈડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના હાઈ થ્રુપુટ લેબ્સનું પણ ઉદ્ધાટન કરશે. આ વચ્યુઅલ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે.
કોરોનાના સકંજામાં દિલ્હી
દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 1025 નવા કોરોનાના કેસ આવ્યા છે. તેની સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 1,28,389 થઈ છે. અહીં 1 દિવસમાં 32 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમામં 1866 દર્દીઓ સાજા થઈને ઘરે આવ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 3777 થઈ છે. રાહતની વાત એ છે કે અહીં કોરોનાને માત આપીને સ્વસ્થ થનારાની સંખ્યા 1,10, 931 પહોંચી છે. રાજ્યમાં અત્યારે 13681 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.