બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / PM Modi may inaugurate Rajkot-Ahmedabad sixlane road in September

સુવિધા / રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડનું કામ પૂર્ણતાના આરે, લોકાર્પણ માટે PM મોદી પોતે આવે તેવી શક્યતા, જાણો ક્યારે

Last Updated: 08:50 AM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડનું કામ હવે સપ્ટેબરમાં પૂર્ણ થઇ જશે. ત્યારે તેનું લોકાર્પણ ખુદ PM મોદી સપ્ટેમ્બરમાં કરે તેવી શક્યતા.

  • સપ્ટેબરમાં રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડ પૂર્ણ થશે
  • રૂ.600 કરોડના ખર્ચે 210 કિ.મી રોડનું કામ પૂર્ણતા તરફ
  • લોકાર્પણ માટે PM મોદી આવી શકે છે રાજકોટ

રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડનું કામ હવે સપ્ટેબરમાં પૂર્ણ થઇ જશે. ત્યારે તેનું ખુદ PM મોદી સપ્ટેમ્બરમાં આ સિક્સલેન રોડનું લોકાર્પણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. રૂ.600 કરોડના ખર્ચે 210 કિ.મી રોડનું કામ પૂર્ણતા તરફ જઇ રહ્યું છે. રાજકોટ નજીક બનતા 2 બ્રિજમાંથી એક બ્રિજનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે. PM મોદી 2 વખત રાજકોટની મુલાકાત લઈ શકે છે. ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે પણ PM મોદી રાજકોટ આવી શકે છે. સપ્ટેમ્બરમાં સિક્સલેન રોડના લોકાર્પણ માટે PM મોદી રાજકોટ આવી શકે છે.

PM મોદી આજ રોજ ફરી વાર માદરે વતન આવી રહ્યાં છે

અત્રે નોંધનીય છે કે, આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર માદરે વતન આવી રહ્યાં છે. ત્યારે આજે સવારે 9:30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થશે. જેમાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત ૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવશે.

9:30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે વડાપ્રધાન મોદી

આજે શુક્રવારે ફરી પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. આજ રોજ સવારે 9:30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિકપ્ટર મારફતે ચીખલીના ખુડવેલ ગામે પહોંચશે અને 10.15 વાગ્યે પ્રધાનમંત્રી મોદી સભાસ્થળે પહોંચી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ 11:30 વાગ્યે પ્રધાનમંત્રી નિરાલી કેન્સર હોસ્પિટલની મુલાકાત કરશે. નવસારીમાં હેલ્થ કેર કોમ્પ્લેક્સ, નિરાલી મલ્ટી હોસ્પિટલનું ઉદ્ધાટન કરાયા બાદ તેઓ સવા કલાક જેટલો સમય વીતાવે તેવું જાણવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના ચીખલી ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં પણ હાજરી આપશે.

અમદાવાદમાં ISROની નવી બિલ્ડિંગનું પણ કરશે ઉદ્ધાટન

આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૩.૪૫ કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન પણ કરી શકે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.તેમ જાણવા મળી રહ્યું છે.

નવસારી ખાતે સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું વડાપ્રધાન કરશે ભૂમિપૂજન

નવસારી ખાતે અંદાજીત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.નવસારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અંદાજીત ૧.૫૦ લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં ૨૩ હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે ૬૫ હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં ૪ લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

18 જૂને PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે

આ ઉપરાંત આગામી 18 જૂનના રોજ PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો મધ્ય ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો છે. 18 જૂનના રોજ PM મોદી વડોદરાથી હેલિકોપ્ટર મારફતે પાવાગઢ જશે. જ્યાં પાવાગઢ ખાતે દર્શન કરી PM મોદી વડોદરા પરત ફરશે. જ્યાં વડોદરામાં મહિલા સંમેલનમાં હાજરી આપી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Rajkot Ahmedabad sixlane road pm modi gujarat visit રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડ pm modi gujarat visit
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ