મમતા બેનર્જીએ કહ્યું કે એવું કંઈ જરૂરી નથી કે દરવખતે સીએમ, પીએમને રિસીવ કરે. અમુક રાજનૈતિક તમાસા પણ હોય છે.
જરૂરી નથી કે દરવખતે CM, PMને રિસીવ કરે
CM મમતાનો દાવો મને 20 મિનિટ રાહ જોવી પડી
પીએમ મોદીને રાહ જોવડાવવા પર બોલ્યા મમતા
પીએમ મોદીને સમિક્ષા બેઠકમાં 30 મિનિટ સુધી રાહ જોવડાવવા પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જવાબ આપ્યો છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી વિસ્તારથી જણાવ્યું કે પીએમ સાથે મુલાકાત પહેલા શું થયું? મમતાએ તેનો પણ જવાબ આપ્યો કે કેમ તેઓ પીએમ મોદીને રિસીવ કરવા ન હતા પહોંચ્યા?
મમતા બેનર્જીએ કહ્યું કે એવું કંઈ જરૂરી નથી કે દરવખતે રાજ્યના સીએમ, પીએમને રિસીવ કરે. ક્યારેક ક્યારેક અમુક રાજનૈતિક તમાશાઓ પણ હોય છે. મમતાએ સ્પષ્ટ કહી દીધું કે તેમને ત્યાં રાહ જોવી પડી હતી. મમતાએ દાવો કર્યો છે તે જ્યારે અમે સાગર પહોંચ્યા તો અમને સુચના મશી કે અમારે 20 મિનિટ રાહ જોવી પડશે કારણ કે પીએમ મોદીનું હેલીકોપ્ટર હજુ ઉતરવાનું બાકી હતું.
મમતાએ કહ્યું કે તેમને અમારુ શેડ્યુલ ખબર હતી તેમ છતાં તેમણે અમને રાહ જોવડાવી. અમારે હેલીપેડ પર રાહ જોવી પડી. આ પહેલા અમારૂ વિમાન લેન્ડ ન થયું અમારે 15 મિનિટ હવામાં રાહ જોવી પડી. પરંતુ તેના પર અમને કોઈ આપત્તિ ન હતી. કારણ કે પીએમની સુરક્ષાનો મામલો હતો.
PM મોદીએ એમને રાહ જોવડાવી
મમતાએ આગળ જણાવ્યું કે, જ્યારે અમે કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા તો PM ત્યાં પહેલાથી જ હાજર હતા. અમે PMને સન્માન આપી દીધું હતું. માટે હું મારા મુખ્ય સચિવ સાથે ત્યાં ગઈ હતી. મેં મારા મુખ્ય સચિવને માકી સાથે આવવા માટે કહ્યુ હતું કારણ કે તે અમારા પ્રસાશનના પ્રમુખ છે. પરંતુ ત્યાર બાદ અમે સમિક્ષા બેઠકના સ્થાને પહોંચ્યા તો અમને રાહ જોવાનું કહેવામાં આવ્યુ. મારા સુરક્ષા અધિકારીઓએ પીએમના સુરક્ષાકર્મીને એક મિનિટ માટે પીએમને મળવાની અનુમતી આપવા કહ્યું તો તેમણે જણાવ્યું કે એક કલાક માટે રાહ જોવી પડશે. ત્યાં અમે ખાલી ખુરશીઓ જોઈ. તે સમયે ત્યાં બેસવાનો કોઈ મતલબ ન હતો.
શુંભેન્દુ અધિકારીને મિટિંગમાં બોલાવવા પર નારાજ હોવાના આરોપ પર મમતાએ જણાવ્યું કે મને કોઈ આપત્તિ ન હતી. અધિકારી આવે કે વિપક્ષ. બેઠક પીએમ અને સીએમની વચ્ચે હતી. તેમ છતા મેં વિચાર્યું કે તે આપણાં પીએમ છે. આપણાં રાજ્યમાં આવ્યા છે માટે મારે તેમને શિષ્ટાચાર સાથે મળવું જોઈએ માટે તેમની પરવાનગી લઈને ત્યાં ગઈ તેમને પેપર સોંપ્યા અને ત્યાંથી નીકળી ગઈ. કારણ કે મારૂ શેડ્યુલ ફિક્સ હતું. તેમની અનુમતિ લઈને અમે ગયા તેમાં અમારો શું અપરાધ છે?
મહત્વનું છે કે પીએમ મોદી વાવાઝોડા બાદ પશ્ચિન બંગાળની મુલાકાતે ગયા હતા. ત્યાં મમતા બેનર્જી અને તેમના ચીફ સેક્રટરી સમિક્ષા બેઠકમાં 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. જ્યાર બાદ આ વિવાદ સર્જાયો છે.