બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi launches development initiatives at sabar dairy in gujarat

માદરે વતન / લોકો કહેતા કે સાહેબ વાળું કરવા તો લાઇટ આપો…: સાબર ડેરીના કાર્યક્રમમાં PM મોદીનું મોટું નિવેદન

Last Updated: 03:01 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ આજે હિંમતનગરની સાબર ડેરીના 3 મોટા પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.

  • PM મોદીએ સાબર ડેરીના 3 મોટા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
  • 2001માં લોકો એમ કહેતા કે સાહેબ સાંજે વાળું કરવા તો વીજળી આપો: PM
  • ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી અને પ્રગતિના નવા અવસર આપ્યા: PM

PM મોદીએ સાબર ડેરીમાં દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ, 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સાથે પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામેલ ચીઝ પ્લાન્ટનું પણ વડાપ્રધાને ભૂમિપૂજન કર્યું હતું.

સાબરકાંઠાનો કોક જ એવો ભાગ હશે જ્યાં હું ગયો ન હોઉં

એ દરમ્યાન PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, 'સાબરકાંઠામાં આવીએ એટલે કંઇ નવું ન લાગે. પણ રોજ કંઇક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઇક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ન થયું હોય અને સાબરકાંઠામાં આવીએ એટલે બધું યાદ આવે. બસ સ્ટેશન પર ઉભા હોઇએ અને ખેડ...ખેડ...ખેડ, વડાલી...વડાલી...વડાલી, ઇડર, વડાલી, ખેડ, ભિલોડા. હેડો..હેડો...હેડો. અને આજે પણ જ્યારે સાબરકાંઠા આવું એટલે એ અવાજ ગુંજતા હોય છે.'

ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી અને પ્રગતિના નવા અવસર આપ્યા: PM

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'કૃષિના ક્ષેત્રમાં અને પશુપાલનના ક્ષેત્રમાં આપણે ખૂબ વૃદ્ધિ કરી અને ડેરીએ તેને ખૂબ મોટી તાકાત આપી. અર્થવ્યવસ્થાને પણ ડેરીએ સ્થિરતા આપી. ડેરીએ પ્રગતિના નવા અવસર પણ આપ્યા. પ્લાસ્ટિક આપણા પશુઓના સ્વાસ્થ્ય માટે દુશ્મન પુરવાર થાય છે. આથી આપણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો.'

વધુમાં PM મોદીએ વીજળીને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, 'હું જ્યારે 2001માં આવ્યો ત્યારે લોકો એમ કહેતા હતા કે સાહેબ સાંજે વાળું કરવા માટે તો વીજળી આપો. ગુજરાતમાં સાંજે વીજળી ન હોતી મળતી. આપણે જ્યોતિગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું, આજે 20-22 વર્ષની જે દીકરા-દીકરીઓ હશે ને એને તો ખબર નહીં હોય કે અંધારુ કોણે કહેવાય અને ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને જ્યોતિગ્રામ યોજનાએ ખાલી ગુજરાતના ઘરોમાં અજવાળું કર્યું, TV ચાલુ કરાય એટલું નહીં પણ અમારા ગામડામાં ડેરીને મિલ્કચિલિંગ ઉભા કરવામાં આ વીજળીએ મોટામાં મોટી મદદ કરી. જેના કારણે દૂધનું કનેક્શન વધ્યું અને દૂધ બગડતું બચ્યું. ગાડી લેવા આવે ત્યાં સુધી ચિલિંગ પ્લાન્ટમાં દૂધ સચવાઇ રહે અને એના કારણે વેસ્ટેજ પણ બચવા માંડ્યું. આ વીજળીની તાકાત છે કે જેના કારણે આ શક્ય બન્યું.'

આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે: PM

'આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યાં છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનનો ઉમેરો થતા સાબર ડેરીની ક્ષમતામાં હજુ અનેક ગણો વધારો થશે.'

આજે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની રચનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

PMએ જણાવ્યું કે, 'આજે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશન (FPO) ની રચનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ FPO દ્વારા નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિન્ક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે સીધા જોડાઈ શકશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને પણ અનેક ગણો ફાયદો થશે.'

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi pm modi gujarat visit pm modi in sabarkantha પીએમ નરેન્દ્ર મોદી pm modi gujarat visit
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ