બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM Modi is a true patriot, the future is in the hands of India, Putin praised PM Modi

નિવેદન / PM મોદી સાચા દેશભક્ત, ભવિષ્ય ભારતના હાથમાં છે...: પુતિને ખૂબ કરી પ્રશંસા, દુનિયાભરમાં ચર્ચા

Megha

Last Updated: 08:12 AM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું હતું કે 'તેઓ દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે.'

  • પુતિને પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી
  • એમના દેશ માટે કઈં  પણ કરી શકે છે મોદી - પુતિન
  • સોનેરી છે ભારતનું ભવિષ્ય - બોલ્યા રશિયન રાષ્ટ્રપતિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે ભારતના પ્રધાનમંત્રીની ખૂબ પ્રશંસા કરી હતી. એમને કહ્યું હતું કે પીએમ મોદી મોટા દેશભક્ત છે. સાથે જ પુતિને ભારત દેશની પણ ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતે સંસ્થાનવાદી સ્વતંત્રતા પછી ઘણી પ્રગતિ કરી છે. પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું હતું કે 'તેઓ દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે.' ભારતની પ્રશંસા કરી પુતિને બંને દેશો વચ્ચેના સંબંધોને બહુપક્ષીય ગણાવતા કહ્યું હતું કે, 'ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે અને રશિયાથી હંમેશા ખાસ સંબંધો રહ્યા છે.'

એમના દેશ માટે કઈં  પણ કરી શકે છે મોદી - પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 'પીએમ મોદી દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે. મોદી પોતાના દેશ માટે કંઈ પણ કરી શકે છે. તેઓ એવા વ્યક્તિ છે જે પોતાના લોકોના હિત માટે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિઓ બનાવી શકે છે. ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાના પ્રયાસો છતાં આઈસ બ્રેકરની જેમ એમને ભારતના હિત માટે એ જ દિશામાં પોતાની યાત્રા ચાલુ રાખી.' 

સોનેરી છે ભારતનું ભવિષ્ય - બોલ્યા રશિયન રાષ્ટ્રપતિ
ભારતના વખાણ કરતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે 'વિકાસના મામલે ભારતે જબરદસ્ત સફળતા મેળવી છે અને ભારતનું ભવિષ્ય સોનેરી છે.' આ સિવાય ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશે વાત કરતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત અને રશિયાએ પરસ્પર સહયોગના પાયા પર પોતાના વિશેષ સંબંધો સ્થાપિત કર્યા છે. 

વૈશ્વિક બાબતોમાં વધી રહી છે ભારતની ભૂમિકા 
પુતિને આગળ કહ્યું હતું કે 'મોદી દુનિયાના એવા લોકોમાંથી એક છે જે પોતાના દેશના હિતમાં સ્વતંત્ર વિદેશ નીતિ ચલાવવામાં સક્ષમ છે. તેઓ ભારતને ભારતીય લોકો માટે જરૂરી દિશામાં આગળ વધારી રહ્યા છે. વૈશ્વિક બાબતોમાં ભારતની ભૂમિકા વધી રહી છે.

'ભારત અને રશિયાએ હંમેશા એકબીજાનું સમર્થન કર્યું છે'
પુતિને કહ્યું હતું કે ભારત સાથે અમારો ખાસ સંબંધ છે. અમે હંમેશા એકબીજાનું સમર્થન કર્યું છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ આવું જ રહેશે. પ્રધાનમંત્રી મોદીએ મને ખાતરનો પુરવઠો વધારવા કહ્યું હતું અને અમે તેમ કર્યું છે. અમે તેમાં 7.6 ગણો વધારો કર્યો છે.

'પશ્ચિમી દેશોને પ્રભુત્વ સ્થાપિત નહીં કરવા દઈએ'
આ બધા વચ્ચે પુતિને ગુરુવારે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાના કોઈ પણ ઈરાદાને નકારી કાઢ્યા હતા પણ એમને કહ્યું હતું કે પશ્ચિમી દેશો વૈશ્વિક પ્રભુત્વ સ્થાપિત કરવા માંગે છે જેના કારણે યુદ્ધ થયું છે. વૈશ્વિક વર્ચસ્વ સ્થાપિત કરવાના પશ્ચિમી દેશોના દરેક પ્રયાસો નિષ્ફળ જશે. 

યુક્રેન પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો
પુતિને ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ નિષ્ણાતોની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તે યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. રશિયા માટે યુક્રેન પર પરમાણુ હથિયારોથી હુમલો કરવો અર્થહીન છે. અમને આની કોઈ જરૂર દેખાતી નથી. પરમાણુ હથિયારોથી હુમલો કરવાનો કોઈ અર્થ નથી, ન તો રાજકીય કે ન લશ્કરી.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi vladimir putin પીએમ મોદી પુતિન વ્લાદિમીર પુતિન Vladimir Putin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ