બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi is a citizen not a country his criticism is not a criticism of the country Rahul Gandhi

નિવેદન / PM મોદી એક નાગરિક છે, દેશ નથી, એમની ટીકા એ દેશની ટીકા નથી: રાહુલ ગાંધી

Arohi

Last Updated: 09:51 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી ભારતના એક નાગરિક છે. સંપૂર્ણ ભારત નથી. બીજેપી અને આરએસએસ ભૂલી ગયા છે કે દેશમાં 140 કરોડ લોકો છે અને તે બીજેપી અથવા RSS નથી.

  • PM મોદી એક નાગરિક છે, આખો દેશ નથી: રાહુલ ગાંધી 
  • રાહુલ ગાંધીનું BJP RSSને લઈને નિવેદન 
  • દેશના 140 લોકો BJP RSSના નથી: રાહુલ ગાંધી 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ એક વખત ફરી સંઘ અને બીજેપી પર સીધો હુમલો કર્યો છે. પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને સંપૂર્ણ ભારત માને છે. 

પ્રધાનમંત્રી ભારતના એક નાગરિક છે, ભારત નહીં 
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "પ્રધાનમંત્રી ભારતના એક નાગરિક છે, સંપૂર્ણ ભારત નથી. BJP અને RSS ભૂલી ગયા છે કે દેશમાં 140 કરોડ લોકો છે અને તે BJP કે RSS નથી. BJP-RSS અથવા પ્રધાનમંત્રીની આલોચના કરવી કે તેમના પર હુમલો કરવો ભારત પર હુમલો નથી."

ભારત, BJP કે RSSનું નથી 
રાહુલ ગાંધીએ કહ્યું ભારત, BJP અથવા  RSSનું નથી. તેમણે કહ્યું કે પોતાના વચનને પુરા કરવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાહુલ ગાંધીએ હાલમાં જ વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુક્કમ અને થિરૂવંબાદીમાં કૈથંગુ પરિયોજનાઓના લાભાર્થિઓને ઘરની ચાવીઓ સોંપી. દેશની સેવા કરવી અમારી પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે. 

મારા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા પરંતુ....
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ દ્વારા તેમને પુછપરછ કરવા પર પહેલી વખત પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "હું હંમેશા સત્યના સાથે ઉભો રહીશ, ભલે મારા પર કેટલા પણ હુમલા કરવામાં આવે, પોલીસને મારા આવાસ પર મોકલવામાં આવી, અથવા મારા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે."

તેમણે કહ્યું કે તે તેમના ઉપર વારંવાર થતા રાજનૈતિક હુમલા, તેમના ઘરે પોલીસ મોકલવા અથવા તેમના વિરૂદ્ધ વધારે કેસ દાખલ કરવાથી ડરવાના નથી. કારણ કે તે હકીકતમાં વિશ્વાસ કરે છે અને હંમેશા તેની સાથે ઉભા રહે છે. 

નવા ઘરની ચાવીઓ સોંપી 
રવિવારે દિલ્હી પોલીસની એક ટીમ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' વખતે રાહુલ ગાંધીના નિવેદન "મહિલાઓનું હજુ પણ યૌન ઉત્પીડન થઈ રહ્યું છે" વિશે પુછપરછ કરવા માટે તેમના આવાસ પર પહોંચી હતી. વાયનાડના સાંસદ ગાંધી જિલ્લાના ઘણા પરિવારોને પ્રદાન કરેલા નવા ઘરોની ચાવીઓ સોંપ્યા બાદ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. 

તેમણે કહ્યું, "તેનાથી કોઈ ફરક નથી પડતો કે મના પર કેટલા હુમલા કરવામાં આવે છે. મારા ઘરે કેટલી વખત પોલીસ મોકલવામાં આવે છે અથવા મારા પર કેટલા કેસ દાખલ કરવામાં આવે છે. હું હંમેશા સત્ય માટે ઉભો રહુ છું. હું આવો જ છું."

સંકળાયેલા મુદ્દાઓ

BJP PM modi citizen country criticism rahul gandhi rss PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ