બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi interacted with NDRF rescue team came from Turkey
Vaidehi
Last Updated: 07:47 PM, 20 February 2023
ADVERTISEMENT
PM મોદીએ સોમવારે તૂર્કીયેમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલા ઑપરેશન દોસ્તમાં જોડાયેલા તમામ રેસ્ક્યૂ ટીમનાં સદસ્યો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુમ્બકમ શીખવાડ્યું છે. જ્યારે પરિવારનું કોઈ સદસ્ય સંકટમાં હોય તો તેની મદદ કરવું ભારતનું કર્તવ્ય છે.
ભારતનો ત્રિરંગો ઢાલ બન્યો- PM
આપણી ટીમ જ્યારે પણ કોઈ દેશની મદદે પહોંચે છે ત્યારે એક આશ્વાસન પણ પહોંચી જાય છે કે હવે ભારતની ટીમ આવી ગઈ છે! ત્રિરંગાનું મહત્વ જણાવતાં તેમણે કહ્યું કે 'યુક્રેન અને અફઘાનિસ્તાનમાં આપણે જોયું કે સંકટમાં ફસાયેલા ભારતીયો સહિત અનેક દેશોનાં સાથીઓ માટે ભારતનો ત્રિરંગો ઢાલ બન્યો...'
ADVERTISEMENT
#WATCH | Wherever we reach with our Tiranga, there is an assurance, since the Indian teams have arrived, the situation will get better. We saw it in Ukraine and Afghanistan also. Tiranga became a shield for people of many countries in Ukraine: PM Modi pic.twitter.com/n9XovBxIZe
— ANI (@ANI) February 20, 2023
ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે-PM
PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈપણ દેશમાં માનવતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે. સમગ્ર દુનિયાએ જોયું કે તમે કેવીરીતે તરત જ ત્યાં પહોંચ્યાં. આ તમારી તૈયારી અને તમારા પ્રશિક્ષણની કુશળતાને દર્શાવે છે.
I salute you all today. When someone helps others, he is selfless. This applies not only to individuals but also to nations. Over the years, India has strengthened its identity both as self-reliant and selfless: PM Narendra Modi https://t.co/pS0a7vERFQ pic.twitter.com/TWLo0gwQae
— ANI (@ANI) February 20, 2023
દેશને તમારા પર ગર્વ છે-PM
આપણી NDRFનાં સિપાહીઓની ટીમે જે રીતે 10 દિવસો સુધી ત્યાં કામ કર્યું તે પ્રશંસનિય છે. દુનિયામાં આફત આવે ત્યારે ભારત સૌથી પહેલાં મદદે આવે છે. સૈનિકોએ તૂર્કીયેમાં અદ્ભૂત ક્ષમતાનો પરિચય આપ્યો છે. આપણા ડૉગ સ્કવોડનાં સદસ્યોએ પણ જબરદસ્ત શક્તિ દેખાડી છે. દેશને તમારા પર ગર્વ છે.
ગુજરાતનાં ભૂકંપને પણ કર્યું યાદ
તેમણે આગળ કહ્યું કે આપણાં સૈનિકો મોતનો સામનો કરી રહ્યાં હતાં. રાહત કાર્યમાં જઈ રહેલી ભારતીય ટીમે માનવીય સંવેદનાનું કામ કર્યું છે. 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. હું ત્યારે વોલેન્ટીયર (સ્વયંસેવક)નાં રૂપે જોડાયો હતો. તે ભૂકંપ આ (તૂર્કીયે)થી પણ મોટો હતો. મેં ભૂકંપની પીડાને જોઈ છે. હું તમને સલામ કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.