119 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (12 માર્ચ) કર્ણાટકમાં 10 લેન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે-275ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને છ-માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ 119 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ લગભગ 8,480 કરોડ રૂપિયાના કુલ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 12, 2023
Bengaluru-Mysuru Expressway
વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન બાદ રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આજે કર્ણાટકની જનતા મને આશીર્વાદ આપી રહી છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર સતત વિકાસ કરી રહી છે. પીએમે કહ્યું કે, આજે દેશભરમાં બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેની ચર્ચા થઈ રહી છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Bengaluru-Mysuru Expressway
શું કહ્યું PM મોદીએ ?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડબલ એન્જિન સરકાર કર્ણાટકના લોકોના પ્રેમનું વ્યાજ સાથે વળતર આપશે. તેમણે કહ્યું કે, આજે દેશના યુવાનો આ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પર ગર્વ અનુભવે છે. દેશમાં આવા વધુ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. પીએમએ કહ્યું કે હવે બેંગ્લોરથી મૈસૂર સુધીનો પ્રવાસનો સમય અડધો થઈ ગયો છે.
Karnataka | PM Narendra Modi inaugurates Bengaluru-Mysuru expressway at a public rally in Mandya district. pic.twitter.com/OIRUQPlwq2
નીતિન ગડકરીના ટ્વીટને ટેગ કરી શું કહ્યું ?
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીના ટ્વીટને પણ ટેગ કર્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું હતું કે, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેના નિર્માણથી ચાર રેલ ઓવરબ્રિજ, નવ મહત્વપૂર્ણ પુલ, 40 નાના પુલ અને 89 અંડરપાસ અને ઓવરપાસનો વિકાસ થશે.
PM Narendra Modi holds mega roadshow in Karnataka's Mandya, locals shower flowers
વડાપ્રધાન મોદીએ મૈસૂર-કુશલનગર વચ્ચેના ફોર લેન હાઈવેનો શિલાન્યાસ પણ કર્યો. લગભગ 4,130 કરોડ રૂપિયાના ખર્ચે 92 કિલોમીટર લાંબો રોડ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ બેંગલુરુ સાથે કુશલનગરની કનેક્ટિવિટી મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમની વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ પાંચ કલાકથી ઘટાડીને માત્ર અઢી કલાક કરવામાં મદદ કરશે.
#WATCH | PM Narendra Modi showered with flowers by BJP supporters and locals as he holds road show in Mandya, Karnataka
During his visit, PM will dedicate and lay foundation stone of projects worth around Rs. 16,000 crores
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના મૈસૂરમાં રૂ. 16,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં લગભગ 2 કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન હજારો લોકો જોવા મળ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન કર્યું હતું.