બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ', બંને દેશો વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા

વ્યૂહાત્મક ભાગીદારી / 'અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ', બંને દેશો વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા

Last Updated: 12:26 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Singapore Latest News : PM મોદી કહ્યુ હતું કે, સિંગાપોર માત્ર ભાગીદાર દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ.

PM Modi In Singapore : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, ભારત દેશમાં ઘણા સિંગાપોર બનાવવા માંગે છે. વાસ્તવમાં PM મોદીએ આ વાત તેમના સિંગાપુરના સમકક્ષ સાથેની મુલાકાત દરમિયાન કહી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. PM મોદી લોરેન્સ વોંગના આમંત્રણ પર દેશની બે દિવસની મુલાકાતે છે.

આ દરમિયાન PM મોદી કહ્યુ હતું કે, સિંગાપોર માત્ર ભાગીદાર દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને આનંદ છે કે, અમે આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

મહત્વનું છે કે, PM મોદી અને સિંગાપોરના PM વોંગની હાજરીમાં ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ ટેક્નોલોજી, આરોગ્ય અને દવા, શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ અને ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મંત્રણા પહેલા PM મોદીનું સિંગાપુર સંસદ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી અને સિંગાપોરના પીએમ વોંગ સંસદ ભવનમાં એકબીજાના દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓને મળ્યા હતા. PM મોદીએ ત્યાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

શું કહ્યુ PM મોદીએ ?

બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પીએમ વોંગના સિંગાપોરના વડાપ્રધાન બન્યા અને PM મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કર્યાના થોડા દિવસો બાદ થઈ હતી. PM મોદીએ તેમને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું, તમારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો આભાર માનું છું. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી આ અમારી પ્રથમ મુલાકાત છે. હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને પૂરો વિશ્વાસ છે કે, સિંગાપોર વધુ ઝડપથી પ્રગતિ કરશે. પીએમ મોદી તેમના બે દેશોના પ્રવાસના છેલ્લા તબક્કાના ભાગરૂપે બુધવારે બ્રુનેઈથી સિંગાપોર પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા હતા. મુલાકાતના બીજા દિવસે તેઓ સંસદ પહોંચ્યા જ્યાં પીએમ લોરેન્સ વોંગ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીએ સિંગાપોરના PMને ​​​​કહ્યું, તમે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સિંગાપોર માત્ર સહાયક દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.

ભારત અને સિંગાપોર વચ્ચે અનેક સમજુતી થઈ

PM મોદીએ ગુરુવારે લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. આ પછી બંને દેશના નેતાઓ સંસદમાં એકબીજા દેશના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. બંને દેશોના વડાપ્રધાનોની હાજરીમાં MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : 2 કરોડથી લઇને 92 કરોડ સુધીનો ટેક્સ ભરે છે આ બોલિવુડ કલાકારો, જુઓ કોણ કેટલા રૂપિયા ભરે છે

PM મોદી 6 વર્ષ પછી સિંગાપોર પહોંચ્યા

આ પહેલા બુધવારે સિંગાપોર પહોંચેલા મોદીનું ભારતીય સમુદાયના લોકોએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ ઢોલ પણ વગાડ્યો હતો.

મોદીનું સ્વાગત કરવા પહોંચેલા કલાકારો ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. લોકોએ PM મોદીને કેસરી રંગનો ખેસ પણ અર્પણ કર્યો હતો. તેઓએ 'રામચંદ્ર કી જય' અને 'ગણપતિ બાપ્પા મોરીયા' ના નારા લગાવ્યા. આ દરમિયાન એક મહિલાએ તેમને રાખડી પણ બાંધી હતી.

તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન મોદી રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને મળશે. પીએમ મોદી સિંગાપોરના વેપારી સમુદાયના નેતાઓને પણ મળશે. વડાપ્રધાન મોદી 6 વર્ષ બાદ સિંગાપોરની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ નવેમ્બર 2018માં સિંગાપુર ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi In Singapore India-Singapore Relations PM Modi Lawrence Wong
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ