સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આઝાદી બાદ સંઘપ્રદેશને આ પ્રથમ ભેટ મળી

By : admin 02:41 PM, 19 January 2019 | Updated : 02:58 PM, 19 January 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, સેલવાસની મુલાકાતે પહોંચ્યા હતાં. અહીં પીએમ મોદી વિકાસ કાર્યોના અનેક લોકાર્પણ કરવા પહોંચ્યા હતાં. અહીં પીએમ મોદીએ પોલીસ ટ્રેનિંગ કૅમ્પ્સની પાસે સભા પણ સંબોધી હતી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે દાદરા નગર હવેલી અને સેલવાસમાં પણ 1400 કરોડથી પણ વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા હતા.

મોદીના સંબોધનની હાઈલાઈટ્સ:
આજે પ્રધાન સેવક તરીકે તમારી વચ્ચે આવ્યો છું
હું પહેલા પણ અહીં આવ્યો છું
1400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું
સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના રસ્તે ચાલી રહી છેઃ PM
ઉદ્યોગો માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલિસી લોન્ચ
દાદરા નગરહવેલી હવે દેશભરમાં જાણીતું થયું
ખુલ્લામાં શૌચથી સંઘપ્રદેશને મુક્તિઃ PM
બંને સંઘપ્રદેશ ખુલ્લામાં શૌચ ફ્રી, કેરોસીન ફ્રી જાહેર કરાયાઃ PM
છેલ્લા 5 વર્ષમાં નવી ઉંચાઈ પર સંઘપ્રદેશ
આઝાદી બાદ સંઘપ્રદેશને પહેલી મેડિકલ કોલેજ મળશે
સંઘપ્રદેશને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યો છે
સેલવાસના તમામ ઘરોમાં LPG કનેક્શન
ભવિષ્યમાં મેડિકલ કોલેજોની બેઠકો પણ વધારાશે
વૈકલ્પિક બિલ્ડિંગમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરાશે
દવા-શિક્ષણની સાથે કોઈ ગરીબ ઘરવિહોણું ના રહે એ પ્રાથમિકતા
દમણના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં કામ કરનાર માટે હાઉસિંગ પ્રોજેક્ટ
પહેલાની સરકારે 5 વર્ષમાં 25 લાખ ઘર બનાવ્યાઃ PM
અમે 1.25 કરોડથી વધુ ઘર બનાવી ચુક્યા છીએ
સેલવાસ, દીવને સ્માર્ટ સિટી બનાવવા સરકાર કામ કરી રહી છે
દાદરા નગરહવેલીમાં ટૂરિઝમની ભરપૂર તક
સેલવાસમાં રિવરફ્રન્ટ યોજના શરૂ કરાઈ
માછીમારોની આવક વધારવા સરકારે કાર્યો કર્યા
જંગલના ઉત્પાદનોને પૂરતો ભાવ મળી રહે તેવી વ્યવસ્થા
 

આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છએ.. આ દરમિયાન 12 પેરામિલિટરી ફોર્સ, 7 એસપી, 21 DYSPને તૈનાત કરવામાં આવ્યા છે.. પીએમ મોદીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે મહારાષ્ટ્રના 350 અને ગુજરાતમાંથી 250 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે..Recent Story

Popular Story