બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:53 PM, 8 February 2023
ADVERTISEMENT
ભારત દેશનો મધ્યમ વર્ગ સૌથી મોટો ટેક્સ પેયર છે. પરંતુ મોટાભાગે સરકારો બજેટમાં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપતી નથી હોતી પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. આજે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષનાં પ્રહારોનો જવાબ આપતાં 'મધ્યમ વર્ગ'નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેતો આપ્યાં કે 2024ની ચૂંટણીમાં ભાજપ મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને લડી શકે છે.
પહેલાં મધ્યમ વર્ગને સંપૂર્ણરીતે નકારવામાં આવતી હતી-PM
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં દેશનાં મધ્યમ વર્ગની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર જણાવ્યું. તેમણે કહ્યું કે પહેલાં મધ્યમ વર્ગને સંપૂર્ણરીતે નકારવામાં આવતી હતી, (આ વર્ગ) માનતો હતો કે તેમનું કોઈ નથી, અમારી વાત અને તકલીફ સમજનાર કોઈ નથી.. પરંતુ અમારી સરકારે હતાશામાં ડૂબેલા આ મધ્યમ વર્ગની ઈમાનદારીને ઓળખી છે અને તેમને સુરક્ષા પ્રદાન કરી છે. તે દેશને એક નવી ઊંચાઈ પર પહોંચાડી રહ્યાં છે.
ADVERTISEMENT
ઈન્ટરનેટ સેવાઓનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા મધ્યમ વર્ગને મળી રહેલી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે '2014 પહેલાં 1 GB ડેટાની કિંમત 250 રૂપિયા હતી અને આજે માત્ર 10 રૂપિયા છે. એવરેજ આપણા દેશમાં એક નાગરિક 20 GB ડેટાનો ઉપયોગ કરે છે. આ હિસાબે આશરે એક વ્યક્તિનાં 5000 રૂપિયાની બચત થાય છે.'
પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર મધ્યમ વર્ગને ઉપયોગી
ત્યાર બાદ તેમણે સસ્તી દવાઓની વાત કરતાં કહ્યું કે 'તેનો સૌથી મોટો લાભાર્થી મધ્યમ વર્ગ છે કારણકે ગરીબોને તો મફતમાં દવાઓ મળી જાય છે તો અમીરોને મોંઘી દવાઓથી કંઈ ફરક પડતો નથી. પરંતુ મધ્યમ વર્ગ દવા ખરીદવામાં જ પીસાયા કરે છે. ' તેમણે પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર અંગે વાત કરતાં કહ્યું કે 'આ કેન્દ્ર પર હવે 100 રૂપિયાની દવા હવે આશરે 10-20 રૂપિયામાં પ્રાપ્ત થાય છે. જ્યારે પહેલાં મોંઘી દવાઓ ખરીદવી પડતી હતી.' આ સાથે જ તેમણે ગરીબોની સાથે મધ્યમ વર્ગને મળેલ 5 લાખ રૂપિયાનાં વાર્ષિક સ્વાસ્થ્ય વીમા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ઈંફ્રાસ્ટ્રકરે મધ્યમ વર્ગને જોડ્યું...
પ્રધાનમંત્રીએ દેશમાં થયેલા ઈંફ્રાસ્ટ્રકચરનાં વિકાસની વાત કરતાં કહ્યું કે સમયની માગ છે કે હવે સમય વેળફી શકાય તેમ નથી. તેથી અમે ઈંફ્રાસ્ટ્રકચરની તરફ ધ્યાન આપ્યું છે. હાઈ-વે પર મોટું રોકાણ થઈ રહ્યું છે. ભારતમાં મોટાં રોડ-રસ્તા, એક્સપ્રેસ-વે દેશની નવી પેઢી જોઈ રહી છે. રેલ્વેની ઓળખ ધક્કા-મુક્કી, એક્સીડેન્ટ, લેટ-લતીફ જેવી બની ગઈ હતી પરંતુ હવે ટ્રેનોની અંદર વંદે ભારતની માગ દરેક રાજ્ય કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.