Team VTV05:41 PM, 08 Feb 23
| Updated: 05:45 PM, 08 Feb 23
PM મોદીએ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓને આપ્યો હતો વળતો જવાબ, સંસદમાં ત્રિરંગાનો ઉલ્લેખ કરતાં વિપક્ષ પર પણ પ્રહારો કર્યાં .
લોકસભામાં PM મોદીએ કર્યો લાલચોકનો ઉલ્લેખ
આતંકવાદીઓની ધમકીનો આપ્યો જવાબ
ફેંસલો થઈ જશે કોણે માનું ધાવણ પીધું છે- PM
આંતકવાદીઓને આપ્યો હતો વળતો જવાબ
જમ્મૂ-કાશ્મીરનાં લાલ ચોકમાં હું ત્રિરંગો લહેરાવવાનો સંકલ્પ લઈને ચાલ્યો હતો. ત્યારે ત્યાં આતંકવાદીએ ત્યાં પોસ્ટર લગાડ્યાં હતાં કે જોઈએ... જેણે પોતાની માનું દૂધ પીધું હશે તે લાલચોકમાં આવીને ત્રિરંગો ફરકાવે છે. "ત્યારે મેં જમ્મૂમાં કહ્યું હતું કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળજો...26 જાન્યુઆરીનાં બરાબર 11 વાગ્યે હું લાલ ચોક પહોંચીશ, વગર સિક્યોરિટી આવીશ, બુલેટ પ્રૂફ જેકેટ વગર આવીશ અને ત્યારે જોશું કે કોણે માનું દૂધ પીધું છે..."
દુશ્મન દેશે પણ આપી બારૂદની સલામી- PM
PMએ કહ્યું કે જ્યારે શ્રીનગરનાં લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યારે મીડિયાનાં લોકોને મેં કહ્યું કે સામાન્યરીતે તો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીનાં રોજ જ્યારે ભારતનો ત્રિરંગો લહેરાય છે ત્યારે ભારતનાં બારૂદ સલામી આપે છે, આજે હું જ્યારે લાલચોકમાં ત્રિરંગો ફરકાવું છું ત્યારે દુશ્મન દેશનાં બારૂદ પણ અવાજ કરી રહ્યાં હતાં, બોમ્બ ફેંકી રહ્યાં હતાં.
લોકો સેંકડોની સંખ્યામાં જમ્મૂ-કાશ્મીરમાં ફરી શકે છે...- PM
તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.'
વિપક્ષ પર કર્યાં પ્રહારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ' કેટલાક લોકો કે જે કહેતાં હતાં કે જમ્મૂ-કાશ્મીરમાં ત્રિરંગાથી શાંતિ બગડવાનો ભય લાગતો હતો, હવે સમય જુઓ કે તેઓ પણ ત્રિરંગા યાત્રામાં શામેલ થાય છે. '