નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિફેન્સ કૉન્ફરન્સનું આયોજન
4થી માર્ચથી લઈ 6 માર્ચ સુધી ડિફેન્સ કૉન્ફરન્સનું આયોજન
ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત ત્રણેય પાંખના વડા લેશે ભાગ
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ટેન્ટ સીટી-2 માં ડિફેન્સ ની કોન્ફરન્સ 4 માર્ચથી શરૂ થતી કોન્ફરન્સમાં નેવી, આર્મી, હવાઈ સેનાના ચીફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથ ઉપસ્થિત રહેનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત
6 ઠ્ઠી માર્ચના દિવસે પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે અનુમોદન પણ કરનાર છે કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલપહલ જોવા મળી રહી છે ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે.
ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે ત્યારે આ કોન્ફરન્સ લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાત્કાલિક રેલવે સ્ટેશનની સામેની જગ્યા છે ત્યાં હેલિપેડ બનાવાયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવાના છે. કેવડિયા ખાતે 15 થી 20 હેલિકોપ્ટર આવે એવી શક્યતાઓ છે જેના કારણે તાત્કાલિક રેલવે સ્ટેશનની સામેની જગ્યા છે ત્યાં હેલિપેડ બનાવાયુ છે કે જ્યાં એક સાથે ત્રણ થી ચાર જેટલા હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સુરક્ષા માટે અત્યાધુનિક સાધનો રડાર સહીત જાહેર માર્ગ પર મૂકી સુરક્ષા કડક કરવામાં આવી છે.