Team VTV05:17 PM, 06 Feb 23
| Updated: 05:23 PM, 06 Feb 23
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સૌથી મોટી હેલીકોપ્ટર ફેક્ટ્રી- હિન્દુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ HALનું અનાવરણ કર્યું છે. રાજનાથસિંહ પણ હાજર રહ્યાં હતાં.
PM મોદી કર્ણાટકનાં પ્રવાસે
હેલીકોપ્ટર ફેક્ટ્રી HALનું કર્યું ઉદ્ગાટન
રક્ષામંત્રી રાજનાથસિંહ અને CM બોમ્મઈ હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર ફેક્ટ્રીનું આજે કર્ણાટકનાં તુમકુરૂ ખાતે ઉદ્ગાટન કર્યું છે. આ ફેક્ટ્રીનું પૂરું નામ હિન્દુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ HAL છે. પ્રધાનમંત્રીએ જનસંબોધન પણ કર્યું હતું.
PM મોદીએ હેલીકોપ્ટર ફેક્ટ્રીની શક્તિ પર કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે 'ફેક્ટ્રી અંગે ઘણી ખોટી માહિતીઓ અને કેન્દ્ર સરકાર ઉપર ઘણાં ખોટા આરોપો પણ મૂકવામાં આવ્યાં હતાં. HALની હેલીકોપ્ટર ફેક્ટ્રી અને વધી રહેલી તેની શક્તિ જ આ બધાં ખોટા આરોપોનો પર્દાફાશ કરશે.'
Karnataka | PM Modi inaugurates the Helicopter Factory of Hindustan Aeronautics Limited (HAL) and unveils Light Utility Helicopter in Tumakuru.
Defence minister Rajnath Singh and CM Basavaraj Bommai present on the occasion pic.twitter.com/Hrw4M2VANj
તુમકુરૂ માટે આ ખાસ દિવસ છે...- PM
આજે દેશની મોટી હેલીકોપ્ટર ફેક્ટ્રી તુમકુરૂને પ્રાપ્ત થઈ છે. આજે તુમકુરૂ ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનો પણ શિલાન્યાસ થયો છે. તેની સાથે-સાથે તુમકુરૂ જિલ્લાનાં સેંકડો ગામડાઓ માટે પીવાનાં પાણીની સ્કીમો પર પણ કામ શરૂ થયું છે. તુમકુરૂ માટે આ ઘણો ખાસ દિવસ છે કારણકે તેમાં એક ઘણી મોટી હેલીકોપ્ટર ફેક્ટ્રી લાગી છે અને એક ઔદ્યોગિક શહેરનો પાયો નખાયો છે.
બજેટ પર પણ બોલ્યાં પીએમ મોદી
તેમણે કહ્યું કે આ સર્વપ્રિય બજેટ છે. સર્વહિતકારી બજેટ છે. સર્વસમાવેશી બજેટ છે. સર્વ-સ્પર્શી બજેટ છે. આ ભારતનાં યુવાઓને રોજગારનાં નવા અવસરો આપનારું બજેટ છે. આ ભારતની નારીશક્તિની હિસ્સેદારી વધારનારું બજેટ છે.
ये सर्वप्रिय बजट है। सर्वहितकारी बजट है। सर्वसमावेशी बजट है। सर्व-स्पर्शी बजट है। ये भारत के युवा को रोज़गार के नए अवसर देने वाला बजट है। ये भारत की नारीशक्ति की भागीदारी बढ़ाने वाला बजट है: PM मोदी pic.twitter.com/Q5o4msNAjN
615 એકરમાં ફેલાયેલી છે આ ફેક્ટ્રી
રક્ષામંત્રાલયે જણાવ્યું કે ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ફેક્ટ્રી 615 એકરમાં ફેલાયેલી છે. દેશની હેલીકોપ્ટર સંબંધિત તમામ જરૂરિયાતો માટે એક જ જગ્યાએ સામાન ઉપલબ્ધ કરાવવાનાં ઈરાદાથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.
ફેક્ટ્રીમાં સૌથી પહેલાં લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર બનશે
ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર નિર્માણની ફેક્ટ્રી છે. શરૂઆતમાં અહીં લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવશે.
20 વર્ષમાં 1000થી વધુ હેલીકોપ્ટર બનાવવાની યોજના
એચએએલનાં 20 વર્ષોમાં 3-15 ટનમાં 1000થી વધુ હેલિકોપ્ટર બનાવવાની યોજના છે. આ ફેક્ટ્રીનાં ઉદ્ગાટન સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને રક્ષામંત્રાલયનાં વરિષ્ઠ અધિકારી હાજર રહેશે.