બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM Modi in Gujarat, to pay tributes to Sardar Patel on birth anniversary

ગાંધીનગર / સરદાર જ્યંતિ નિમિત્તે PM મોદીનું ગુજરાતમાં આગમન, સ્ટૅચ્યુ ઑફ યુનિટીની લેશે મુલાકાત

Hiren

Last Updated: 09:42 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ઓક્ટોબર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. તે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા છે. ત્યારે આવતીકાલે (31 ઓક્ટોબર) તેઓ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લશે. સાથે અહીં વિવિધ પાર્કનું લોકાર્પણ કરશે.

  • અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત્
  • 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટિની કરશે મુલાકાત
  • એકતા પરેડમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ અને મુખ્ય સચિવ જે.એન.સિંહએ સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી નવાવર્ષના આશીર્વાદ લેવા માટે માતા હીરાબાના આશીર્વાદ લેવા રાયસણ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ગાંધીનગર રાજભવન ખાતે  રાત્રિરોકાણ કરશે. મહત્વનું છે કે, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેશે.

 

PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે કેવડિયા કોલોની જશે ત્યારે વરસાદમાં પણ ખાસ વ્યવસ્થા કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં તેઓ એકતા પરેડમાં હાજરી આપશે. પ્રવાસીઓ માટે પૂરો દિવસ રજા રાખવામાં આવી છે. જે અંગે સ્ટેચ્યુના CEO આઈ.કે.પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી જરૂરી માહિતી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે. જ્યાંથી સીધા 8.15 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પીએમ નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણ પૂજન કરશે અને પુષ્પાંજલી અર્પણ કરશે.

પ્રધાનમંત્રી સાંજે 5 વાગ્યા સુધી રોકાશે

8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો તેમજ પ્રદર્શનને ખુલ્લુ મુકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે. 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે. વિવધ પ્રકલ્પોની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે. આમ વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી રોકાશે. જ્યાંથી તેઓ વડોદરા જશે અને વડોદરા એરપોર્ટ પરથી વિમાન મારફતે તેઓ નવી દિલ્હી જવા માટે રવાના થશે.

31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરી ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરી સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ મળશે. પરંતુ 31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ તો થશે જ

વરસાદી માહોલમાં તંત્ર જો આવતીકાલે વરસાદ પડે તો ખાસ બંદોબસ્ત પણ કરી કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહે તેવી તમામ તૈયારીઓ કરી છે. સંકળાયેલા મુદ્દાઓ

PM modi Sardar Patel Birth Anniversary gujarat kevadiya gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ