ભાવ-તાલ /
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લા મૂકેલા પાર્ક અને રાઈડની ટિકિટ અને સમય જાણી લો
Team VTV06:11 PM, 30 Oct 20
| Updated: 06:25 PM, 30 Oct 20
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવનવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યા છે ત્યારે તમે જાણી લો કે કયા પાર્ક કે રાઈડની ટિકિટના ભાવ કેટલા છે અને કયા સમયે તે ખુલ્લું હશે.
સોમવાર SOU તેમજ તમામ પ્રોજેકટ બંધ રહેશે
એકતા ક્રુઝના ભાવ 300 રૂપિયા
સી-પ્લેન એક વખતના 1500 રૂપિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે ખુલ્લા મુકેલા પ્રકલ્પોના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 14થી ઉપરના બાળકો પુખ્ત વયના અને 14 થી ઓછી ઉંમરની વયનાને બાળકોમાં ગણવામાં આવશે. સોમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તમામ પ્રોજેકટ બંધ રહેશે.
ટિકટના ભાવ જાણી લો
જંગલ સફારી અને ચિલડ્રન ન્યુટ્રિશિયન પાર્કમાં પુખ્તના 200 છે. જયારે બાળકોના 125 રૂપિયા દર છે.
આરોગ્યવનમાં પુખ્તવયના 30 અને બાળકોના 20 રૂપિયા છે.
એકતા નર્સરીમાં 30 રૂપિયા પુખ્ત વયના જયારે 20 રૂપિયા નાના બાળકોના છે.
કેક્ટર્સ પાર્ક અને બટરફલાયન 60 મોટાના અને 40 રૂપિયા બાળકોના છે.
વિશ્વ વનમાં 30 પુખ્ત વયના અને 20 રૂપિયા બાળકોના છે.
રિવર રાફટિંગ માત્ર 14 વર્ષથી ઉપરના માટે છે. અને 1000 રૂપિયા પુખ્ત વયના લોકો માટે એક રાઉન્ડના છે.
સી પ્લેન વાળા સ્થળે નૌકાવીહાર માત્ર પુખ્ત વય માટે 290 રૂપિયા છે.
સાયકલિંગના એક રાઉન્ડના સાદીના 250 રૂપિયા, ઇલેક્ટીકના 400 રૂપિયા અને કપલ સાયકલના 400 રૂપિયા છે.
આ સાથે એકતા ક્રુઝના ભાવ 300 રૂપિયા માત્ર પુખ્ત વયના માટે રાખવામાં આવ્યા છે.
સી- પ્લેનના એક વખતના 1500 સવારે 10 થી 8 દરમ્યાન રહેશે.
ઝરવાની ટુ ખરવાનીમાં બસની ટિકિટ મોટાના 300 અને નાના ના 250 રૂપિયા છે.
જંગલ સફારી 15 વર્ષ થી ઉપરના લોકો માટે 200 રૂપિયા છે. 15 વર્ષ થી નીચી વયના લોકો માટે 175 રૂપિયા છે.
શું રહેશે સમય?
જંગલ સફારીનો સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.
ચીલ્ડ્રન ન્યૂટ્રીશીયન પાર્કનો સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી છે.
કેક્ટ્સ ગાર્ડનનો સમય સવારે 7.30થી સાંજે 8 વાગ્યા સુધી
એકતા નર્સરીનો સમય સવારે 7.30થી સાંજે 8 વાગ્યા સુધી
સરદાર સરોવર ડેમનો સમય સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી
ઝરવાણી સાઈકલીંગનો સમય સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી
બટર ફલાય પાર્ક સમયનો સવારે 7.30થી સાંજે 8.30 વાગ્યા સુધી
ઝરવાણી ઈકોટૂરીઝમનો સમય સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી