ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. ત્યારે PM મોદીએ લખેલા ગરબાના વીડિયો પર તેઓએ ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છા પણ પાઠવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતની દીકરીઓએ ગરબાના જુસ્સાને જીવનમાં જીવંત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આ ગરબો લખ્યો છે.
Touched to see this.
The spirit of this Garba has been brought to life by these daughters!
ગરબા પર બનેલા વીડિયોમાં અમદાવાદની વિદ્યાર્થિનીઓએ ભાગ ભજવ્યો છે. અમદાવાદના મેમનગરની અંધકન્યા પ્રકાશગૃહની વિદ્યાર્થિનીઓએ આ વીડિયોમાં પોતાનો અભિનય રજૂ કર્યો છે.