બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / PM મોદીનો ગુજરાત પ્રવાસ: આ રસ્તા બંધ, તો આ રોડ વન વે, નો પાર્કિગ જોન જાહેર

મુલાકાત / PM મોદીનો ગુજરાત પ્રવાસ: આ રસ્તા બંધ, તો આ રોડ વન વે, નો પાર્કિગ જોન જાહેર

Last Updated: 03:35 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો તેમના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ હોવાનું, કેટલાક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન હોવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ: ત્રીજી વખત શપથ લીધા બાદ પહેલીવાર 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી અમદાવાદમાં કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવાના છે, તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 4th Global RE-Invest Renewable Energy Investors Meet and Expo-2024 માં પણ હાજરી આપવાના છે. ત્યારે રવિવારે અમદાવાદમાં યોજાનાર PM મોદીની મહાસભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે PM મોદી દૂરદર્શન ટાવરથી GMDC ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે.

વડાપ્રધાન મોદીની મહાસભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ તૈયારીના ભાગરૂપે GMDC ગ્રાઉન્ડ પર 3 વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીની મહાસભાને ધ્યાનમાં રાખીને GMDC ગ્રાઉન્ડની પ્રોટેક્શન વૉલને અલગ અલગ થીમ હેઠળ રંગવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે. વડાપ્રધાન મોદીની મહાસભામાં 1 લાખ ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી બપોરે સાડા ત્રણ વાગે ભાજપ કાર્યકર્તાઓને સંબોધશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચશે. આ પ્રસંગે PM મોદી GMDC ગ્રાઉન્ડથી રાજ્ય સરકારના 9 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરી સુરક્ષા સમીક્ષા

અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી. રાજ્યના પોલીસ વડાએ GMDC ગ્રાઉન્ડની મુલાકાત લીધી, તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રહીને સુરક્ષા સમીક્ષા કરવામાં આવી. BDDS અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું.

તો બીજી તરફ ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ દ્વારા 4th Global RE-Invest Renewable Energy Investors Meet and Expo-2024 માં હાજર રહેનારા મહાનુભાવોની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર પાટનગરના કેટલાક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રહેશે, તો કેટલાક રસ્તાઓ નો પાર્કિંગ ઝોન હશે અને કેટલાક રસ્તાઓ વન વે રહેશે.

પાટનગરમાં કેવી વ્યવસ્થા રહેશે?

આ રસ્તા જાહેર જનતા માટે અને (એબ્યુલન્સ, બંદોબસ્ત ફરજ પરના વાહન સિવાયના) તમામ વાહનો માટે બંધ રહેશે.

વાવોલ ગામ તરફથી રેલવે ક્રોસિગ થઇ ખ-૩ તરફ આવતો રોડ

વૈકલ્પિક માર્ગ :- વાવોલ થી ક-રોડ,ક-૫ સર્કલ,ખ-૫ સર્કલ (એલ.ડી.આર.પી.) સર્કલ થઇ જઇ શકાશે.

ક-રોડ હોટલ લીલા કટથી રેલવે ક્રોસિગ (અંડર પાસ) થઈ ખ-રોડ જી.ઈ.બી. કટ તરફ આવતો રોડ

વૈકલ્પીક માર્ગ :- વાવોલ થી ક-રોડ,ક-૫ સર્કલ, ખ-૫ સર્કલ (એલ.ડી.આર.પી.) સર્કલ થઇ જઇ શકાશે.

ખ-૩ સર્કલ થી ખ-૫ સુધી મુખ્ય રોડ

વૈકલ્પીક માર્ગ :- ખ-૩ થી ખ-૫ બાજુ જતો વાહન વ્યવહાર ગ-૩ સર્કલ થઇ જઇ શકાશે.

ખ-૫ થી ખ-૩ બાજુ જતો વાહન વ્યવહાર ગ-૫ તેમજ ક-૫ થઇ શકાશે.

આ રસ્તાઓ તમામ વાહનો માટે વન-વે રોડ રહેશે (એબ્યુલન્સ, બંદોબસ્ત,ફરજ પરના વાહન સિવાયના)

ચ રોડ બી.એસ.એન.એલ. કટ બેંક ઓફ બરોડા થઇ ઉદ્યોગ ભવન ઘ-૪ થઇ ગ-૪ થઇ મહાત્મા

મંદિર તરફ જવા માટે વન-વે રોડ (તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ જાહેર જનતા માટે પ્રવેશ પ્રતિબંધિત રોડ)

મહાત્મા મંદિરથી સાયન્સ કોલેજ બાજુથી ગ-૪ થી ઘ-૪ થઇ ટાઉન હોલ તરફ જતો દફતર ભંડાર (હેલીપેડ ટી પોઇન્ટ) જવા માટેનો વન-વે રોડ

આ પણ વાંચો:

નો પાકીંગ ઝોન

ચ-૦ થી.ચ-૫ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ઘ-૦ થી ઘ-૫ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ગ-૦ થી ગ-૫ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ખ-૩ થી.ખ-૫ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ચ-૩ થી.ખ-૩સુધીનો (રોડ નંબર-૩) બન્ને તરફનો મુખ્ય રોડ

સરકીટ હાઉસ સર્કલ થી જીમખાના થઇ આર્યુવેદિક સર્કલ જીલ્લા પંચાયત થઇ ચ રોડ સુધીનો રોડ

ચ રોડ બી.એસ.એનએલ.કટ થી.ઉધોગભવન થઇ મહાત્મા મંદીર જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ

મહાત્મા મંદીર થી સાયન્સ-કોમર્સ કોલેજ બાજુથી ગ-૪ થઇ ઘ-૪ થી ટાઉનહોલ તરફ જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ

જ-રોડ સે-૧/૮ ટી પોઇન્ટ થી ચ-૨ સર્કલ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ જ રોડ સેકટર-૩૦ સર્કલ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ઇન્દીરાબ્રીજથી ઇન્દ્રોડા સર્કલ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

શાહપુર સર્કલથી બાયપાસ સરગાસણ ચોકડી બન્ને તરફનો મુખ્ય રોડ

શાહપુર સર્કલથી બાપાસીતારામ ચોકડી થઇ ગીફટસીટીના ગીફટ કલબ સુધીનો બન્ને તરફનો મુખ્ય રોડ

ફરજ પરના સરકારી અધિકારીઓ/કર્મચારીઓના વાહનોને તથા એબ્યુલન્સ આ જોગવાઇને લાગુ પડશે નહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi PM Modi Gujarat Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ