બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi gift of Vande Bharat Express to North-East, know route and other details

Vande Bharat train / PM મોદીએ નોર્થ-ઈસ્ટને આપી પહેલી વંદે ભારત એક્સપ્રેસની ભેટ, જાણો રૂટ અને અન્ય વિગતો

Megha

Last Updated: 03:04 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ફ્લેગ ઓફ કર્યું હતું.

  • નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે
  • પશ્ચિમ બંગાળમાં ત્રીજી અને દેશની 18મી ટ્રેન છે
  • નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ફ્લેગ ઓફ કર્યું હતું

ઉત્તરપૂર્વ એટલે કે નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ફ્લેગ ઓફ કર્યું હતું. જ્યાં રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા અને મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા હાજર હતા.

નોંધનીય છે કે પૂર્વોત્તરમાં આ પહેલી વંદે ભારત ટ્રેન છે અને પશ્ચિમ બંગાળમાં ત્રીજી અને દેશની 18મી ટ્રેન છે. આઠ કોચની આ ટ્રેનમાં એક એક્ઝિક્યુટિવ કોચ પણ હશે. આનાથી આસામ તેમજ ઉત્તર પૂર્વના અન્ય રાજ્યોના રેલવે મુસાફરોને ફાયદો થશે. ન્યૂ જલપાઈગુડીથી ચલાવવા માટે આ બીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ ન્યૂ જલપાઈગુડીથી હાવડા સુધી વંદે ભારત ચલાવવામાં આવતું હતું. આ મહિનામાં અત્યાર સુધીમાં બે ટ્રેન દોડાવવામાં આવી છે. વંદે ભારત 19 મેના રોજ હાવડાથી પુરી સુધી ચલાવવામાં આવ્યું હતું જ્યારે આવી ટ્રેન 25 મેના રોજ દહેરાદૂનથી આનંદ વિહાર સુધી શરૂ કરવામાં આવી હતી.

નવી જલપાઈગુડી-ગુવાહાટી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે અને સાડા પાંચ કલાકમાં 410 કિમીનું અંતર કાપશે. માર્ગમાં તે ન્યૂ કૂચ બિહાર, ન્યૂ અલીપુરદ્વાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ અને કામાખ્યા સ્ટેશન પર ઊભી રહેશે. ટ્રેન ન્યૂ જલપાઈગુડી જંક્શનથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને સવારે 11.40 વાગ્યે ગુવાહાટી પહોંચશે. આ સામે તે સાંજે 4.30 વાગ્યે ગુવાહાટીથી ઉપડશે અને રાત્રે 10.00 વાગ્યે ન્યૂ જલપાઈગુડી પહોંચશે. આ ટ્રેનથી હવે બંને શહેરો વચ્ચેની મુસાફરી ઓછા સમયમાં પૂર્ણ થશે. 

હાલ આ બંને વચ્ચે આઠ કલાકનો સમય લાગે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી આઈટી પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. તેમાં 530 મુસાફરો મુસાફરી કરી શકશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન સુધીમાં લગભગ તમામ રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વંદે મેટ્રોને 100 કિમીથી ઓછા અંતર માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. 

જોકે હજુ પણ ઘણા રાજ્યોને વંદે ભારતની ભેટ મળી નથી. જેમાં ગોવા, પંજાબ, બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં ગોવા અને બિહાર-ઝારખંડ માટે વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Express Vande Bharat Trains નરેન્દ્ર મોદી વંદે ભારત એક્સપ્રેસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ન્યૂઝ Vande Bharat Express
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ