બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi gave 7 defense companies to the country

આત્મનિર્ભર ભારત / દેશની સેના માટે લેવાયો સૌથી મોટો નિર્ણય, PM મોદીના આ નિવેદન બાદ દુશ્મનોમાં હડકંપ

Ronak

Last Updated: 07:35 PM, 15 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ આજે 7 ડિફેન્સ કંપનીઓનું ઉદ્ઘાટન કરીને નિવેદન આપ્યું કે દેશની સેનાને આત્મનિર્ભર ભારત અંતર્ગત સૌથી મોટી મિલટ્રી પાવર બનાવામાં આવશે.

  • PM મોદીએ દેશને 7 ડિફેન્સ કંપનીઓ આપી 
  • આત્મનિર્ભર ભારત દ્વારા દેશને મળશે સૌથી મોટી મિલટ્રી પાવર 
  • સાતેય કંપીનીઓને અગાઉથી 65 હજાર કરોડનો ઓર્ડર આપ્યો 

દશેરાએ ભારતમાં પહેલાથી શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નવી 7 ડિફેન્સ કંપનીઓ આપી છે. આ કંપનીઓ પાસે રક્ષા ઉપકરણો, હથિયારો અને વાહનોના નિર્માણ માટે બનાવામાં આવી છે. 

દેશને સૌથી મોટી મિલટ્રી પાવર મળશે 

7 કંપનીઓનું લોન્ચિગ કર્યા બાદ પીએમ મોદી બોલ્યા કે આપણે દેશને હથિયારો અને અન્ય રક્ષા ઉપકરણોને મામલે આત્મનિર્ભર બનાવાનો છે. સાથેજ તેમણે કહ્યું કે અમારી સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશને સૌથી મોટી મિલટ્રી પાવર આપવાનું લક્ષ્ય રાખે છે. સાથેજ તેમણે કહ્યું કે આ કંપનીઓ દ્વારા દેશને હથિયાર , સૈન્ય વાહવ અને ઉપકરણોની તકનીક હાંસલ થશે. 

રિસર્સ અને ઈનોવેશનથી દેશની પરિભાષા નક્કી થશે 

વધુમાં PM મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ કંપીઓને પહેલાથી 65, 000 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સાથેજ તેમણે કહ્યું સારુ ઉત્પાદન થવાથી આપણી તાકાત અને ક્વોલીટી છબીને વધારે મજબૂત કરશે. ઉપરાંત તેમણે કહ્યું કે રિસર્સ અને ઈનોવેશનથી દેશની પરિભાષા નક્કી થાય છે. જેથી આ ભરતના ગ્રોથનું સૌથી મોટું ઉદાહરણ છે. 

65,000 કરોડ રૂપિયાના મળ્યા છે ઓર્ડર

ભારતીય સેનાને મજબૂત કરવા માટે દેશની સાત સંરક્ષણ કંપનીઓ સૈનિકો માટે ફાઈટર પ્લેનથી પિસ્તોલ બનાવશે. આ કંપનીઓને ત્રણેય સેવાઓ અને અર્ધલશ્કરી દળો પાસેથી 65,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.

શું કામ કરશે કંપનીઓ

આ કંપનીઓ દારૂગોળો અને વિસ્ફોટકો, વાહનો, હથિયારો અને સાધનો, લશ્કરી સુવિધાની વસ્તુઓ, ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ ગિયર, પેરાશૂટ અને આનુષંગિક ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. આ કંપનીઓના હથિયારોનું ઉત્પાદન ભારતીય સેનાને મજબૂત બનાવશે.

આ સાત નવી સંરક્ષણ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

તેમાં એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ, અવની આર્મર્ડ વ્હીકલ્સ, ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. સરકાર અપેક્ષા રાખે છે કે સાત નવી વ્યાવસાયિક રીતે સંચાલિત સંસ્થાઓ વધુ સારી ક્ષમતાના ઉપયોગ દ્વારા સ્થાનિક બજારમાં તેમનો હિસ્સો વધારશે અને નિકાસની નવી તકોનો પણ લાભ લેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

7 defance compeny 7 ડિફેન્સ કંપની PM modi statement મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM modi statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ