બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM MODI FUTURE PLAN REGARDING JAMMU KASHMIR

પ્લાનિંગ / જમ્મૂ કાશ્મીરમાં 26 વર્ષે આ મોટો ફેરબદલ કેમ કરાવી રહી છે મોદી સરકાર? જાણો શું થશે બદલાવ

ParthB

Last Updated: 04:44 PM, 25 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના રાજનૈતિક દળોના 14 નેતાઓ સાથે મુલાકાત બાદ PM મોદીએ નવા બનેલ કેન્દ્ર શાસિત પ્રદેશને એક મહત્વ દર્શાવતા એક ટ્વિટ કરી હતી.

  • રાજનૈતિક દળોના 14 નેતાઓ સાથે મુલાકાત
  • જમ્મુ કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં થયું હતું
  • સીમાંકન બાદ જલદીથી ચૂંટણી થશે

રાજનૈતિક દળોના 14 નેતાઓ સાથે મુલાકાત
જમ્મુ કાશ્મીરના રાજનૈતિક દળોના 14 નેતાઓ સાથે મુલાકાત બાદ PM મોદીએ  નવા બનેલ કેન્દ્ર શાસિત પ્રદેશને એક મહત્વ દર્શાવતા ટ્વિટ કરી હતી. "અમારી પ્રાથમિકતા એ છે કે જમ્મુ કાશ્મીરમાં એક દમ નાના સ્તરથી લઈને લોકતંત્રને મજબૂત કરવું પડશે." રિપોર્ટ અનુસાર તે માટે વિધાન સભા ક્ષેત્રનું સીમાંકન કરવું જરૂરી છે. જેથી ત્યાં ચૂંટણી થઈ શકે અને જમ્મુ કાશ્મીરના લોકોને એક ચૂંટાયેલી સરકાર મળી શકે. તેથી વિકાસ પણ એક ઝડપથી થશે. આ મિટિંગ થઈ ત્યારથી જ એ અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર તરફથી વિધાનસભાના ક્ષેત્રોનું સીમાંકન થઈ શકે. તમને જણાવી દઈએ કે સીમાંકન આયોગ દ્વારા સરકારની તરફથી પહેલેથી જ આ કેન્દ્ર શાસિતપ્રદેશમાં સર્વે શરૂ થયો હતો. 


 
જમ્મુ કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં થયું હતું
જમ્મુ કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં થયું હતું. 2001માં વસ્તી ગણતરી બાદ ત્યાં કોઈ પણ સીમાંકન કરવામાં આવ્યું નથી. અહિયાં વિધાનસભાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, પણ 2026 સુધી સીમાંકન પર રોક લગાડી દેવામાં આવી હતી. બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી. આ બેઠકમાં રવીન્દ્ર રૈના, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ અને મંત્રી જિતેન્દ્ર સિંહ સામેલ હતા.


સીમાંકન બાદ જલદીથી ચૂંટણી થશે
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા કવિન્દર ગુપ્તાએ જણાવ્યું કે સરકારે અમને જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો જલદીથી બહાલ કરવાની ખાતરી આપી છે. લાગે છે કે સીમાંકન બાદ જલદીથી ચૂંટણી થશે. તમામ નેતા સામાન્ય ચૂંટણીઓ ઈચ્છે છે. મોદીએ અમને ભરોસો આપ્યો કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ પર કામ કરતી રહેશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir PM modi article 370 જમ્મુ-કાશ્મીર પીએમ મોદી PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ