બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi First time revel how bear grylls understood Hindi in show Man VS Wild On Discovery

Man vs Wild / PM મોદીની હિંદી ભાષા કેવી રીતે સમજી રહ્યા હતા ગ્રિલ્સ, પીએમએ જાતે જ જણાવ્યું રહસ્ય

Bhushita

Last Updated: 02:12 PM, 25 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલના જાણીતા શો Man vs Wildમાં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળ્યા હતા. શોના ટેલિકાસ્ટ થયા બાદ એક સવાલ સૌને હતો કે પીએમ મોદી હિંદીમાં વાત કરતા હતા, તો પણ અંગ્રેજી સમજનારા બેયર ગ્રિલ્સે તેમની વાત કેવી રીતે સમજી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલના જાણીતા શો Man vs Wildમાં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળ્યા હતા. આ શો દુનિયાનો સૌથી ટ્રેડિંગ શો રહ્યો. શોમાં પીએમ મોદીએ બેયર ગ્રિલ્સની સાથે પોતાના પર્સનલ અનુભવો શેર કર્યા, સાથે જ જિમ કાર્બેટ પાર્કમાં એડવેન્ચર કર્યું. શોના ટેલીકાસ્ટ થયા બાદ સૌના મનમાં એક સવાલ સૌને હતો કે પીએમ મોદી હિંદીમાં વાત કરતા હતા, તો પણ અંગ્રેજી સમજનારા બેયર ગ્રિલ્સે તેમની વાત કેવી રીતે સમજી? લોકોએ એમ પણ પૂછ્યું કે શું શો એડિટ કરીને ચલાવવામાં આવ્યો હતો? કે પછી શોને અનેક વાર શૂટ કરવામાં આવ્યો હતો? 

આ સવાલનો જવાબ પીએમ મોદીએ જાતે આપ્યો છે. તેઓએ જણાવ્યું કે અનેક લોકોને પ્રશ્ન હતો કે બેયર ગ્રિલ્સને તો હિંદી આવડતું નથી તો તેઓ કેવી રીતે સમજી શકતા હતા કે પીએમ શું કહે છે. પીએમ મોદીએ કહ્યું કે મારી અને બેયર ગ્રિલ્સની વચ્ચે ટેકનોલોજી કામ કરી રહી હતી. એક કોરડલેસ ડિવાઈસ બેયર ગ્રિલ્સના કાનમાં એટેચ હતું, જે ઝડપથી હિંદીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકતું હતું. 

શોએ બનાવ્યો રેકોર્ડ
આપને જણાવી દઈએ કે 12 ઓગસ્ટે ટેલિકાસ્ટ કરવામાં આવેલો Man vs Wildનો સ્પેશ્યિલ એપિસોડ દેશમાં નહીં પણ વિદેશમાં પણ જોવામાં આવ્યો. આ વિશે જાણકારી આપતી એક પોસ્ટ બેયર ગ્રિલ્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પીએમ મોદીની સાથે Man vs Wildનો એપિસોડ ટ્રેન્ડિંગ ઈવેન્ટ રહી. શો એ 3.6 બિલિયન સોશ્યિલ ઈમ્પ્રેશન મેળવ્યા છે. 

શોની મદદથી પીએમ મોદીએ આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

ઉલ્લેખનીય છે કે શો દરમિયાન ગ્રિલ્સ અને પીએમ મોદીની વચ્ચે અનેક વાતો કરવામાં આવી છે. જો કે જિમ કોર્બેટ ઘણો ખતરનાક વિસ્તાર છે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે જો પ્રકૃતિ સાથે સંઘર્ષ કરશો તો તમને બધું મુશ્કેલ લાગશે, માણસ પણ ખતરનાક લાગશે. પણ જો તમે તેની સાથે પ્રેમથી રહેશો અને તેને બચાવવાની કોશિશ કરશો તો જંગલી જાનવર પણ તમારો સાથ આપશે. શોમાં પીએમ મોદીએ પર્યાવરણની સુરક્ષાની પણ વાત કરી અને સાથે આવનારી જનરેશન માટે તે કેટલું મહત્વનું છે તેની જાણકારી પણ આપી.

સંકળાયેલા મુદ્દાઓ

Bear Grylls Discovery Hindi Language Man vs Wild PM modi Trending show મેન વર્સેઝ વાઈલ્ડ PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ