બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:38 PM, 29 January 2024
ADVERTISEMENT
PM મોદીએ આજે દેશનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પર ચર્ચા કરી. બોર્ડ પરીક્ષામાં બાળકો વગર કોઈ ટેન્શન પરીક્ષા આપી શકે એ માટે તેમણે બાળકોને ગુરુમંત્ર પણ આપ્યો. ચર્ચા દરમિયાન PM મોદીએ કોરોનાકાળને યાદ કર્યું. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં મેં દેશવાસીઓને તાળી-થાળી વગાડવા માટે કહ્યું હતું...જો કે આવું કરવાથી કોરોનાનો નાશ ન થાય પણ તેનાથી એક સામૂહિક શક્તિ જન્મે છે. પહેલા ખેલનાં મેદાનમાં આપણાં લોકો જતાં હતાં..ત્યારે કોઈ જીતીની આવે જ્યારે ઘણાં જીત્યા વિના આવતાં હતાં.
For millions of challenges, there are billions of solutions! #ParikshaPeCharcha pic.twitter.com/4OLNLnhSYx
— Narendra Modi (@narendramodi) January 29, 2024
ADVERTISEMENT
તેમણે કહ્યું કે પહેલા કોઈ તેમને પૂછતું નહોતું પણ મેં કહ્યું કે," હું તો ઢોલ વગાડીશ ! જેની પાસે જીતવાનું સામર્થ્ય છે તેણે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સારી સરકાર ચલાવવા માટે આ સમસ્યાઓનાં સમાધાન માટે પણ તમારી પાસે નીચેથી ઉપરની તરફ સાચી જાણકારી અને ગાઈડેંસ હોવું જોઈએ." તેમનાં કહેવાનો અર્થ હતો કે થાળી વગાડવાથી એક સામૂહિક એકતા જન્મે છે અને સમસ્યાનાં સમયે તમારામાં હિંમત આવે છે.
ADVERTISEMENT
PM મોદીએ જણાવ્યાં રીલ્સનાં નુક્સાન
PM મોદીએ આ દરમિયાન બાળકોને સ્ક્રીન ટાઈમર ઓન કરવાની સલાહ આપી જેથી તેઓ પોતાને પણ એ વાતની અનુભૂતિ થાય કે હવે બસ કરવું જોઈએ...PM મોદીએ રીલ્સનાં નુક્સાન ગણાવતાં કહ્યું કે વધુ રીલ્સ જોવાથી ન માત્ર સમય બરબાદ થાય છે પણ ઊંઘ પણ પૂરી નથી થાતી અને જે વાચ્યું છે તે યાદ પણ નથી રહેતું.
વધુ વાંચો: સેલેરી વધવાનું સપનું થશે પૂર્ણ! આ વખતે બજેટમાં ત્રણ મોટા એલાન કરી શકે છે કેન્દ્ર સરકાર
ADVERTISEMENT
વાલીઓને પણ આપી આ સલાહ
PM મોદીએ સલાહ આપતાં કહ્યું કે માતા-પિતાએ પોતાના ઘરમાં જ સ્પર્ધાની ભાવના પેદા કરવાથી બચવું જોઈએ. ક્યારેક તેઓ એક બાળક વિશે સારું કહે છે અને ક્યારેક બીજા વિશે..તેવામાં બાળકનાં મનમાં પ્રતિસ્પર્ધાનો ભાવ જન્મે છે. હું વાલીઓને અપીલ કરું છું કે તેઓ આવું કરવાથી બચે જે આગળ જઈને ઝેરીલું બીજ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.