નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પની મહેમાનગતિના સમયે ગુજરાતીઓએ જે કરી બતાવ્યું તે હંમેશા થાય તો ગુજરાતની તસવીર બદલાઈ જાય

PM Modi Donald Trump Namaste Trump programme motera stadium Ahmedabad Gujarat India US

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ગુજરાતની મહેમાનગતિ માણીને વાયા આગ્રા દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાતના લોકો જાણે પોતાના ઘરનો પ્રસંગ રંગચંગે સમાપન થયો હોય તેવો ભાવ અનુભવી રહ્યા છે. આનંદ અને ગર્વની વાત એ રહી કે આવું મહાઆયોજન ગુજરાતની ધરતી પર શાંતિપૂર્વક પાર પડ્યું. આમ ગુજરાતની વૈશ્વિક ઓળખ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક તરીકે થઈ રહી છે. ગુજરાતે ઘર આંગણે નમસ્તે ટ્રંપના ભગીરથ આયોજને શાંતિ અને શિસ્ત પૂર્વક યોજીને પોતાની ઓળખ બરકરાર રાખી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ