PM Modi did this big thing by getting vaccinated at the Global Indian Scientific Conference, find out what he said
સંબોધન /
વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સંમેલનમાં રસીને લઈને પીએમ મોદીએ કરી આ મોટી વાત, જાણો શું કહ્યું
Team VTV09:30 PM, 02 Oct 20
| Updated: 09:36 PM, 02 Oct 20
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધી જયંતિ નિમિત્તે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક vaibhav સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સંમેલનને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે વિજ્ઞાન, શોધ અને સંશોધન ને પ્રોત્સાહન આપવાની દિશામાં ઘણા પગલા લીધા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે સ્વદેશી રસી ઉત્પાદન ને પ્રોત્સાહિત કરીએ છીએ.
પીએમ મોદી એ વૈભવ સમિટનું કર્યું ઉદ્ઘાટન
દેશમાં સંશોધન વધે તે માટે કર્યા ઘણા કામ : પીએમ મોદી
ખેડૂતોની મદદ માટે ઉચ્ચ કોટિનું રિસર્ચ થાય તે જરૂરી : વડાપ્રધાન
પીએમ મોદી એ કહ્યું કે અમારા ખેડૂતોની સહાય માટે, આપણે ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધન જોઈએ છે, આપણું ખાદ્ય ઉત્પાદન આજે વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું છે. આપણે ભારતીય વિજ્ઞાન સમૃદ્ધ ઇતિહાસને વિસ્તૃત કરવાનો છે, છેલ્લી સદીમાં, વિજ્ઞાનની મદદથી, ઘણા ઐતિહાસિક પ્રશ્નોના જવાબો મળી આવ્યા છે.
અમે અમારા ખેડૂતો માટે સારું સંશોધન ઈચ્છીએ છીએ : PM
પીએમ મોદી એ કહ્યું કે અમે અમારા ખેડૂતોને પણ મદદ કરવા સારા વૈજ્ઞાનિક સંશોધન ઈચ્છીએ છીએ. આપણાં વૈજ્ઞાનિકો સખત મહેનત કરી અને કઠોળના ઉત્પાદનમાં વધારો થયો. આજે આપણે બહુ ઓછી માતરમ દાળ ને ઇમ્પોર્ટ કરવી પડે છે. આપણાં અનાજ ઉત્પાદને એક રેકોર્ડ બનાવ્યો છે.
તેમણે કહ્યું કે હું તમામ વૈજ્ઞાનિકો અને તેમના મંતવ્યોનું હું સ્વાગત કરું છું. તમે બધાએ સાથે કામ કરવાનો આગ્રહ રાખ્યો છે. ભારત સરકાર એ વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશન વધારવા માટે ઘણું કામ કર્યું છે. વૈભવ સમિટ વિશ્વભરમાં વિજ્ઞાન અને નવીનતાને મહત્વ આપી રહી છે. હું તેને 'પ્રતિભાનો સંગમ' કહીશ.