ઝારખંડ આજે તેનો 20મો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે. 15 નવેમ્બર 2000ને બિહારથી અલગ થઈને આ રાજ્યની સ્થાપના કરી હતી. એનડીએના નેતૃત્વમાં બાબૂલાલ મરાંડીએ આદિવાસીઓના નેતા બિરસા મુંડાની જયંતિ પર રાજ્યના પહેલા મુખ્યમંત્રીના શપથ લીધા હતા. શિક્ષાથી લઈને ખેલકૂદ સુધીમાં રાજ્યના યુવાઓએ આ 20 વર્ષોમાં જે અવસર મળ્યા તેનો ખૂબ ઉપયોગ કર્યો છે. આ અવસરે પીએમ મોદીએ રાજ્યના લોકોને પોતાની શુભકામનાઓ આપી છે. આ સાથે જ બિરસા મુંડાની જયંતી પર તેમને નમન પણ કર્યા છે.
ઝારખંડનો 20મો સ્થાપના દિવસ
PM મોદીએ પાઠવી શુભકામનાઓ
બિરસા મુંડાની જયંતી પર કર્યા નમન
PM મોદીએ કર્યું ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ઝારખંડના સ્થાપના દિવસે રાજ્યના દરેક નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ. આ અવસરે હું અહીંના દરેક નાગરિકોને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું.
झारखंड के स्थापना दिवस पर राज्य के सभी निवासियों को मेरी हार्दिक शुभकामनाएं। इस अवसर पर मैं यहां के सभी लोगों के सुख, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना करता हूं: पीएम नरेंद्र मोदी (फाइल तस्वीर) pic.twitter.com/WlO62VzQyY
પીએમ મોદીએ આદિવાસી નેતા અને સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને તેમની જન્મ જયંતિ પર નમન કર્યા છે. પીએમ મોદીએ લખ્યું છે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ પર તેમને શત શત નમન. તે ગરીબોના સાચા મસીહા હતા. તેઓએ શોષિત અને વંચિત વર્ગના કલ્યાણ માટે જીવનભર સંઘર્ષ કર્યો છે. સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન અને સામાજિક સદ્ભાવના માટે કરાયેલા અનેક પ્રયાસો દેશવાસીઓને સદૈવ પ્રેરિત કરતા રહેશે.
भगवान बिरसा मुंडा जी को उनकी जयंती पर शत-शत नमन। वे गरीबों के सच्चे मसीहा थे, जिन्होंने शोषित और वंचित वर्ग के कल्याण के लिए जीवनपर्यंत संघर्ष किया। स्वतंत्रता आंदोलन में उनका योगदान और सामाजिक सद्भावना के लिए किए गए उनके प्रयास देशवासियों को सदैव प्रेरित करते रहेंगे। pic.twitter.com/9trzSfygep
બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના બંગાળ પ્રેસિડન્ટ, ઉલીહાતૂ, રાંચી જિલ્લા, બિહારમાં થયો હતો. આ સ્થાન ઝારખંડના ખુંટી જિલ્લામાં આવે છે. મુંડા એક ભારતીય આદિવાસી સ્વતંત્રતા સેનાની, ધાર્મિક નેતા અને લોકનાયક હતા. જે મુંડા જનજાતિથી સંબંધ ધરાવે છે. તેઓએ 19મી સદીના અંતમાં બંગાળ પ્રેસિડન્ટમાં બ્રિટિશ રાજના સમયે એક આદિવાસી ધાર્મિક આંદોલનની અધ્યક્ષતા કરી હતી. તેઓએ ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં એક મહત્વની વ્યક્તિ બનાવ્યા હતા. આ આંદોલમ મુખ્ય રૂપે ખૂંટી, તામાર, સરવાડા અને બંદગામના મુંડા બેલ્ટમાં કેન્દ્રીત હતા. તેમનો ફોટો ભારતીય સંસદના કાર્યાલયમાં હાજર છે. તે એકમાત્ર આદિવાસી નેતા છે જેઓને આ સન્માન મળ્યું છે. ભારત સરકારે 1988માં તેમના સન્માનમાં એત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.