કોરોનાકાળમાં આ વખતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 12મી બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
12મી બ્રિક્સ સમિટ વર્ચ્યુઅલ રીતે 17 નવેમ્બરના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ, LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદ દરમિયાન બંને દેશોના વડા મળવા જઈ રહ્યા છે.
એવું કહેવામાં આવે છે કે LAC ઉપરના તણાવ પછી 17 નવેમ્બરે પહેલી વખત ભારતના PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિન પિંગ સામ સામે આવશે. આ બંને દેશો વચ્ચેની મુલાકાત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ હશે.
2020માં રશિયન બ્રિક્સની અધ્યક્ષતા
આ વર્ષની સમિટમાં બ્રિક્સ નેતાઓની બેઠકનો થીમ "વૈશ્વિક સ્થિરતા, વહેંચાયેલ સુરક્ષા અને નવીન વિકાસ માટે બ્રિક્સની ભાગીદારી" છે. 2020માં રશિયન બ્રિક્સની અધ્યક્ષતાનો મુખ્ય ઉદ્દેશ બ્રિક્સ દેશો વચ્ચેના બહુપક્ષીય સહકાર અને લોકોના જીવનધોરણને વધારવામાં ફાળો આપવાનો છે.
આ છે 2020 બ્રિક્સના મુખ્ય સ્તંભો
આ વર્ષે પાંચ દેશોએ મુખ્ય સ્તંભો: શાંતિ અને સલામતી, અર્થતંત્ર અને નાણાં, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના આદાન પ્રદાન પર નિકટની રણનૈતિક ભાગીદારી રાખવામાં આવ્યા છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સલાહકાર એન્ટન કોબાયાકોવે આ વિશે જણાવ્યું હતું કે, "કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાને કારણે હાલની વૈશ્વિક પરિસ્થિતિ વિકટ હોવા છતાં રશિયાની અધ્યક્ષતા હેઠળ 2020માં બ્રિક્સની પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
LAC પર તણાવથી વાયુસેના કોઈ પણ પ્રકારના ખતરા માટે તૈયાર
તમને જણાવી દઈએ કે ભારત અને ચીનની સરહદ પર તણાવ ઓછો કરવા માટે બંને દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પણ ચીનની દરેક ચાલ સામે લડવા માટે પોતાની તકેદારી વધારી છે.
લદ્દાખ નજીક ચુમારના હેનલી વિસ્તારમાં એરફોર્સ મોટી તૈયારી કરી રહ્યું છે
આવી સ્થિતિમાં જો ચીન સરહદ પર સૈન્યની તાકાત નહીં વધારવાના અને સેનાને પાછી ખેંચવાના કરારથી પીછેહટ કરે છે, તો ભારતે પણ તે સ્થિતિ માટે તૈયારી કરી લીધી છે.
મળતી માહિતી મુજબ વાયુસેનાએ સરહદી વિસ્તારમાં તેની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે. લદ્દાખ નજીક ચુમારના હેનલી વિસ્તારમાં એરફોર્સ મોટી તૈયારી કરી રહ્યું છે. આમાં હાલની મુશ્કેલીઓ સાથે શિયાળાની તમામ તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે હજી પણ લોન્ગ હોલની સંભાવના રહેલી છે.