પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ફોન પર વાત કરીને બન્ને દેશ વચ્ચેની વ્યાપક રણનીતિ ભાગીદારી મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ બ્રિટનના પીએમ સુનકને ફોન કર્યો
પીએમ બનવા બદલ સુનકને પાઠવ્યાં અભિનંદન
પીએમ મોદીએ ટ્વિટ કરીને કોલની જાણકારી આપી
ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક રણનીતિ ભાગીદારી મજબૂત બનાવશે
બ્રિટનમાં ભારતવંશી ઋષિ સુનક પ્રધાનમંત્રી બન્યાં છે અને તેમને વિશ્વભરના નેતાઓના અભિનંદન સંદેશ આવી રહ્યાં છે. આ ક્રમમાં હવે પ્રધાનમંત્રી મોદી પણ સામેલ થયા છે. પીએમ મોદીએ ગુરુવારે બ્રિટનના પીએમ સુનક સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે ઋષિ સુનક સાથે વાત કરીને સારુ લાગ્યું. બ્રિટનના પીએમ તરીકે કાર્યભાર સંભાળવા પર મેં તેમને અભિનંદન આપ્યાં હતા. મોદીએ કહ્યું કે અમે અમારી વ્યાપક રણનીતિક ભાગીદારીને વધારે મજબૂત કરવા માટે કામ કરીશું. અમે એક વ્યાપક અને સંતુલિત FTAના મહત્વ પર સહમતિ વ્યક્ત કરી છે.
"Glad to speak to Rishi Sunak today. Congratulated him on assuming charge as UK PM. We'll work together to further strengthen our Comprehensive Strategic Partnership.We also agreed on importance of early conclusion of a comprehensive and balanced FTA," tweets PM Modi
ઋષિ સુનકે પણ ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો
બ્રિટનના પ્રધાનમંત્રી સુનકે પણ ટ્વિટ કર્યું હતું. સુનકે કહ્યું કે મારા કાર્યભાર સંભાળવા પર તમારા અભિનંદન બદલ ધન્યવાદ. બ્રિટન અને ભારત ઘણું બધું સહિયારુ ધરાવે છે. આપણા બન્નેના દેશ વચ્ચે સુરક્ષા, રક્ષા અને આર્થિક ભાગીદારીને આગામી દિવસોમાં કેવી રીતે આગળ વધારી શકીએ તે વાતને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.
"Thank you PM Modi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead," tweets UK PM Rishi Sunak pic.twitter.com/OMTlIOxJ5X
ઋષિ સુનક મંગળવાર બન્યાં બ્રિટનના પીએમ
ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા ઋષિ સુનક હજુ બે દિવસ પહેલા જ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યાં છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ તેમને પીએમની ગાદી મળી હતી.