pm modi asked share idea and suggestions for next episode 74 of mann ki baat
ટ્વિટ /
PM મોદીએ 74મી ‘મન કી બાત’ માટે દેશની જનતા પાસે માંગ્યા સૂચનો, ટ્વિટ કરી કહ્યું...
Team VTV08:04 AM, 16 Feb 21
| Updated: 08:13 AM, 16 Feb 21
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ફેબ્રુઆરીએ 74મી મન કી બાત માટે લોકો પાસે સૂચનો માંગ્યા છે.
28 ફેબ્રુઆરીએ થનારી મન કી બાત કાર્યક્રમ
પીએમએ મન કી બાત કાર્યક્રમ માટે સૂચનો માંગ્યા
પીએમ એ કહ્યું 74મી મન કી બાત માટે પોતાના અનુભવો શેર જરુર કરો.
પીએમએ મન કી બાત કાર્યક્રમ માટે સૂચનો માંગ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશની જનતા પાસે 28 ફેબ્રુઆરીએ થનારી મન કી બાત કાર્યક્રમ માટે સૂચનો માંગ્યા છે. તેમણે ટ્વીટ કરી પ્રેરણાદાયક ઉદાહરણોથી જાન્યુઆરીમાં થયેલી મન કી બાતમાં કલા, સંસ્કૃતિ, પર્યટન અને કૃષિ નવાચારને લઈને વિવિધ વિષયો પર ચર્ચા થઈ. આ રીતે ફેબ્રુઆરીના કાર્યક્રમમાં હજું વધારે પ્રેરણાદાયક સ્ટોરીઓના અનુભવોને શેર કરવા ઈચ્છુ છું. તમને વિનંતી છે કે 28 ફેબ્રુઆરીએ 74મી મન કી બાત માટે પોતાના અનુભવો શેર જરુર કરો.
Through inspiring examples, January’s #MannKiBaat highlighted diverse topics ranging from art, culture, tourism and agri innovation.
પીએમ મોદીએ ટ્વિટની સાથે માયજીઓવીડોટઈનની લિંક શેર કરી છે. જેના માધ્યમથી લોકો પોતાની વાત તેમના સુધી પહોંચાડી શકે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર લોકો પોતાનો સંદેશો હિંદી અથવા અંગ્રેજીમાં બોલી રિકોર્ડ કરી શકે છે.
હાલમાં જ એક પ્રેરણાત્મ કિસ્સો સામે આવ્યો છે
ઉલ્લેખનીય છે કે હાલમાં પીએમ મોદીના અંગદાન તે જ મહાદાનના આહ્વાનને માન આપીને પોતાની કિડની એક વ્યક્તિને ડોનેટ કરનાર કોલકાતાની 48 વર્ષીય મહિલા માનસી હલદરને એક પત્ર પણ લખ્યો હતો. તેમજ વડા પ્રધાને જાતે તેમના કાર્યની પ્રશંસા કરી હતી. માનસી હલદરને મોકલેલા એક પ્રશંસા પત્રમાં વડા પ્રધાને કહ્યું કે તેમની નિ: સ્વાર્થ સેવાની પ્રશંસા જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે.
પીએમ મોદીએ મહિલાને પત્ર લખી કહ્યું કે...
નોંધનીય છે કે માનસી હલદરે વડા પ્રધાન મોદીનું એક ભાષણ સાંભળ્યું હતું, જેમાં તેમણે અંગદાનને મહાદાન ગણાવ્યું હતું. તેનાથી પ્રભાવિત થઈને, તેણે 2014 માં તેણે તેની એક કિડની કોઈ એક એવા વ્યક્તિને ડોનેટ કરી. થોડા મહિના પહેલા હલદારે વડાપ્રધાન મોદીને આ ઘટના અંગે પત્ર લખીને જાણ કરી હતી, જેના પછી તેમને પીએમ મોદી તરફથી એક જવાબી પત્ર પણ મળ્યો હતો. પત્રમાં વડા પ્રધાને લખ્યું છે કે, "આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ કે તમે એક મહત્વપૂર્ણ જીવન બચાવવા માટે તમારી કિડની દાનમાં આપી છે." આ નિ:સ્વાર્થભાવ ની પ્રશંસા જેટલી થાય તેટલી ઓછી છે. ત્યાગ અને સેવાની ભાવના આપણી સંસ્કૃતિ અને પરંપરાના કેન્દ્રમાં રહી છે. તમારી સેવા ખૂબ પ્રેરણાદાયી છે. આનાથી ઘણા લોકો પ્રભાવિત થશે અને આ અંગ દાન જેવા માનવ પ્રયત્નોને વેગ આપશે. ''