પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ છે. વાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન કશ્મીરનો મુદ્દો ઉઠ્યો હતો. આ મુલાકાત દરમિયાન અમેરિકાનું બેવડું વલણ સામે આવ્યુ છે.
ટ્રમ્પે જણાવ્યુ હતું કે મોદીએ કાશ્મીર મુદ્દે મદદ માગી હોવાનું નિવેદન આપ્યું હતું. તેમજ મોદીએ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા કહ્યું હતું. ભારત હંમેશાથી કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષના દખલની વાત ફગાવતું આવ્યું છે.
આમ જોઇએ તો ટ્રમ્પનું જૂઠાણું સામે આવ્યુ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યુ હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતીમાં અમેરિકા સારી ભૂમિકા ભજવી શકે છે.
#WATCH Washington DC: Pakistan PM Imran Khan and US President Donald Trump reply to journalists when asked on Kashmir. pic.twitter.com/UM51rbsIYF
મહત્વનું છે કે, ઇમરાન ખાને સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઇમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કાશ્મીર મુદ્દાને રાખ્યો હતો. જેના પર ટ્રમ્પે કહ્યું કે અમે મધ્યસ્થતા માટે તૈયાર છીએ, અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી પાસે આ મુદ્દાને ઉકેલવા માટે મદદ માંગી હતી. જોકે વ્હાઇટ હાઉસ તરફથી રજૂ કરવામાં આવેલ નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ નથી.
ટ્રમ્પે દાવો કર્યો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દે મદદ કરવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો હું આ વિવાદ ઉકેલવામાં મદદ કરી શકું છું તો હું મદદ કરવા માંગીશ. ટ્રમ્પનો દાવો હતો કે તેઓ કાશ્મીર વિવાદને ઉકેલવામાં મદદ કરે અને તેમને મધ્યસ્થતા કરવામાં ખુશી થશે. ટ્રમ્પનું આમંત્રણ મળતા પાકિસ્તાન જવાની પણ વાત કરી હતી.
મધ્યસ્થતાનું વિરોધી છે ભારત
ભારત હંમેશાથી કાશ્મીર સહિતના અલગ અલગ મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠકના પક્ષમાં રહ્યું છે અને કોઇ પર પ્રકારની મધ્યસ્થતાને હંમેશા ફગાવતું આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 'શું ભારત સરકાર ટ્રમ્પને ખોટા ગણાવશે કે પછી તેમની નીતિમાં પરિવર્તન થયું છે અને તેઓ કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલ માટે રાજી થઇ ગયું છે.'