બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / PM Modi asked about Bhupendra Patel's son Anuj, Chief Minister tweeted a photo, see what he said
Dinesh
Last Updated: 11:01 PM, 30 October 2023
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમા માં અંબેના દર્શને કર્યા હતા. જે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અત્રે જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર અંતર પૂછ્યા હતાં.
આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
ADVERTISEMENT
પીએમ મોદીએ અનુજના ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર સાથે પીએમ મોદીની તસ્વીર ટ્વીટ કરી છે. થોડા દિવસ અગાઉ અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે સારવાર બાદ અનુજને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં. જેઓની તબિયત અત્યારે સારી છે
અનુજ પટેલની તબિયત અત્યારે સારી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અત્યારે સારી છે. અનુજ પટેલને થોડા દિવસ અગાઉ મુબંઈથી ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં તેમની સારવાર ચાલી હતી, ત્યારે તેમની તબિયત અત્યારે સારી છે.
અમદાવાદથી વધુ સારવાર માટે મુંબઈ ખસેડાયા હતા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા 4 મહિના અગાઉ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેઓ અત્યારે તદુરસ્ત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.