PM Modi announces Pension to dependents of those who lost their lives due to Covid under ESIC
સુવિધા /
કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓના આશ્રિતો માટે સરકારે કરી મોટી જાહેરાત, આ લોકોને મળશે પેન્શનનો લાભ
Team VTV01:19 PM, 30 May 21
| Updated: 01:20 PM, 30 May 21
દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરએ લાખો લોકોનો જીવ લઈ લીધો છે. ત્યારે કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
21 હજાર સેલરીવાળાને મળશે પેન્શન
ESICની પારિવારિક પેન્શન યોજનમાં થશે આ લાભ
કોરોના મહામારીમાં અનેક એવા પરિવાર છે જેમણે ઘરમાં કમાણી કરનારા સભ્યોને ગુમાવ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે એવા પરિવારોની મદદ કરવા માટે અનેક કલ્યાણકારી ઘોષણા કરી છે. કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે. EDLI યોજના હેઠળ મળનારા વીમાના લાભોને વધારવાની સાથે તેને ઉદાર બનાવી દેવામાં આવ્યા છે.
ESICનો લાભ એ કર્મચારીઓને ઉપલબ્ધ છે, જેમની મહિનાની આવક 21 હજાર રૂપિયા કે તેનાથી ઓછી છે. જોકે, દિવ્યાંગજનોના મામલામાં આ મર્યાદા 25 હજાર રૂપિયાની છે. સરકારે કહ્યું કે આવા પીડિત પરિવાર સન્માનપૂર્વક જીવન જીવી શકે અને જીવન સ્તરને સારું બનાવી શકે છે તેના કારણે આ નિર્ણય લેવાયો છે.
24 માર્ચ 2020થી લાગુ થશે નિયમ
આ લાભ 24 માર્ચ 2020થી લાગુ માનવામાં આવશે અને આ પ્રકારે તમામ મામલાઓ માટે આ સુવિધા 24 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ થશે. આ વ્યક્તિઓના આશ્રિત પારિવારિક સભ્ય હાલના માપદંડો અનુસાર સંબંધિત કર્મચારી કે કામદારના સરેરાશ દૈનિક પગાકના 90 ટકાની બરાબર પેન્શનનો લાભ મેળવવા માટે હકદાર હશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન
EDLI યોજના હેઠળ મળનારા વીમા લાભોને વધારવાની સાથે ઉદાર બનાવી દીધા છે. અન્ય તમામ લાભાર્થીઓ ઉપરાંત આ યોજના વિશેષ રૂપે એ કર્મચારીઓના પરિવારની મદદ કરશે જેમણે કોવિડના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મહત્તમ વીમા લાભની રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે 2.5 લાખ રૂપિયાના લઘુત્તમ લાભની જોગવાઈને લાગુ કરી દીધી છે અને 15 ફેબ્રુઆરી 2020થી આગામી ત્રણ વર્ષ માટે લાગુ થશે.