દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે તમામ પક્ષો ઠેર ઠેર રેલી અને સભાને સંબોધન કરી રહ્યા છે. પણ નવાઈની વાત તો એ છે કે, ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ અને રાહુલ ગાંધીએ શતક ફટકારી છે. જોઇએ સમગ્ર અહેવાલ.
પીએમ મોદીએ અને રાહુલ ગાંધીએ 100થી પણ વધુ રેલીઓ આ ચૂંટણી દરમિયાન કરી છે. પીએમ મોદીએ 39 દિવસમાં જ 105 રેલીઓ કરી છે. તો રાહુલ ગાંધીએ 56 દિવસમા 102 રેલીઓ કરી છે. તો રાહુલ ગાંધી કરતા પીએમ મોદી રેલી કરવામાં અવ્વલ છે.
પીએમ મોદીએ ઉત્તરપ્રદેશમાં 18 અને રાહુલ ગાંધીએ 16 સભાઓ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 11 માર્ચથી સભાઓ કરવાનું શરૂ કર્યું હતુ. જ્યારે પીએમ મોદીએ 28મી માર્ચથી સભાઓ કરવાનું શરૂ કર્યું હતુ. જોકે, હજુ પણ ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે. ત્યારે આ રેલીનો ગ્રાફ વધુ ઉંચો જઈ શકે છે.