બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'મશીનોની તાકાત વધતાં કેટલાક ચિંતામાં છે પણ..', પેરિસ AI સમિટમાં જુઓ શું શું બોલ્યા PM મોદી
Last Updated: 05:50 PM, 11 February 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે છે. એલિસી પેલેસ ખાતે પીએમ મોદીના આગમન પર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોને તેમના માટે રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું. પીએમ મોદી પેરિસમાં AI એક્શન સમિટમાં ભાગ લીધો હતો અને સંબોધન પણ કર્યું હતું.
ADVERTISEMENT
Addressing the AI Action Summit in Paris. https://t.co/l9VUC88Cc8
— Narendra Modi (@narendramodi) February 11, 2025
'લોકોનો ડેટા સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે'
ADVERTISEMENT
પેરિસમાં ચાલી રહેલા AI Action Summitમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત તેના વિશાળ લેગ્વેઝ મોડેલ પર કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે AI સંબંધિત વિવિધ વિષયો પર પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી છે. AI સમિટને સંબોધતા કહ્યું કે, AI હવે એક જરૂરિયાત બની ગઈ છે. આપણી પાસે દુનિયાની સૌથી મોટી પ્રતિભા છે. લોકોનો ડેટા સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે. કેટલાક લોકો મશીનોની વધતી શક્તિથી ચિંતિત છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી.
AI નવી નોકરીઓનું સર્જન કરશે
પીએમ મોદીએ કહ્યું છે કે AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. સમય સાથે રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. આપણે AI ને કારણે રોજગાર સંકટ પર ધ્યાન આપવાની જરૂર છે. ઇતિહાસ સાક્ષી છે કે ટેકનોલોજી નોકરીઓ છીનવી લેતી નથી. AI નવી નોકરીઓની તકો ઉભી કરશે અને આપણે તેના માટે લોકોને તૈયાર કરવા પડશે.
આ પણ વાંચો: 'અમે ના કહીએ ત્યાં સુધી EVMનો ડેટા ડિલિટ ન કરતાં', સુપ્રીમનો ચૂંટણી પંચને મોટો ઓર્ડર
ભારતમાં AI કમ્પ્યુટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે
તાજેતરમાં તેમણે માહિતી આપી હતી કે, ભારત 18 હજાર GPUની મદદથી AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે. વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ તેનો ઉપયોગ AI ક્ષેત્રમાં વિકાસ માટે કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.