PM Modi addresses VivaTech 2021, invites foreign companies to invest in India
રોકાણ /
PM મોદીએ VivaTech 2021માં કર્યું સંબોધન, ભારતમાં રોકાણ માટે વિદેશી કંપનીઓને આપ્યું આમંત્રણ
Team VTV06:36 PM, 16 Jun 21
| Updated: 06:47 PM, 16 Jun 21
VivaTech 2021માં ભાષણ આપવા માટે પ્રધાનમંત્રી મોદીને વિશિષ્ટ અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ VivaTechના પાંચમાં સંમેલનમાં સંબોધન કર્યું
પોતાના ભાષણોમાં આ મુદ્દાઓ પર કરી ચર્ચા
ભારતમાં રોકાણ કરવા માટે આપ્યું આમંત્રણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે VivaTechના પાંચમાં સંમેલનમાં સંબોધન કર્યું. તેમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ કોરોના મહામારી અને તેના કારણે વિશ્વમાં કઈ રીતની મુશ્કેલીઓ આવી છે તેના સાથે જોડાયેલા મોટા અને મુખ્ય મુદ્દાઓથી પોતાના ભાષણની શરૂઆત કરી.
હકીકતે VivaTech 2021માં ભાષણ આપવા માટે પ્રધાનમંત્રી મોદીને વિશેષ અતિથિના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વીવાટેકના 5માં સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મંચ ફ્રાંસની ટેકનિક દ્રષ્ટિને દર્શાવે છે. ભારત અને ફ્રાંસ વ્યાપક વિષયો પર મળીને કામ કરી શકે છે. તેમાંથી ટેક્નિકલ અને ડિજિટલ સહયોગના ઉભરતા ક્ષેત્ર છે અને આ સમયની માંગ પણ છે.
ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે હું દુનિયામાં પ્રતિભા, બજાર, પૂંજી, ટેક્નોલોજી અને ઓપન માર્કેટ આ પાંચ સ્તંભોના આધાર પર ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરૂ છું. તેમણે કહ્યું કે ભારતમાં 775 મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે જે કોઈ દેશોની જનસંખ્યાથી વધારે છે. દુનિયામાં સૌથી વધારે અને સૌથી સસ્તા ડેટાનો ઉપયોગ કરનાર દેશોમાં ભારત એક છે.
ફ્રેન્ચ ઓપનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ યુવાઓને ફ્રેન્ચ ઓપનને ખૂબ ઉત્સાહ સાથે જોયા. ઈફોસિસના ટૂર્નામેન્ટ માટે ટેક્નિકલ મદદ આપવામાં આવી. ચાહે ફાંસની Capgemini હોય કે ભારતની ટીસીએસ અથવા વિપ્રો, અમારી આઈટી ટેક્નોલોજી દુનિયાભરમાં કંપનીઓ અને નાગરિકોની સેવા કરી રહી છે.
ખાનગી ક્ષેત્રોએ નિભાવી મહત્વપૂર્ણ ભુમિકા
કોરોનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે COVID-19એ આપણી ઘણી પારંપરિક ટેકનિકને ટેસ્ટ કરી છે. જ્યારે ભારતમાં મહામારી આવી ત્યારે અમારી પાસે પુરતી ટેસ્ટ કીટ, માસ્ક, પીપીઈ અને એવા અન્ય ઉપકરણોની કમી હતી. પરંતુ અમારા ખાનગી ક્ષેત્રએ આ કમીને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો અમે ઈનોવેશન નહીં કરીએ તો કોવિડના વિરૂદ્ધ આમારી લડાઈ ખૂબ કમજોર હોત. અમને આ જંગમાં ઢીલ ન આપવી જોઈએ. જેથી પડકાર આવવા પર વધારે સારી રીતે તેને પાર કરી શકીએ. તમને જણાવી દઈએ કે VivaTech યુરોપમાં સૌથી મોટા ડિજિટલ અને સ્ટાર્ટઅપ કાર્યક્રમોમાંથી એક છે. જે વર્ષ 2016થી દર વર્ષે પેરિસમાં આયોજિત કરવામાં આવે છે.