Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / SP-BSPવાળા એકબીજાના કપડા ફાડી રહ્યાં છેઃ PM મોદી

SP-BSPવાળા એકબીજાના કપડા ફાડી રહ્યાં છેઃ PM મોદી

ઉત્તર પ્રદેશના બલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધન કર્યું. ચૂંટણીના અંતિમ તબકકામાં જ્યારે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષીઓ પર આકરા પ્રહાર કર્યાં છે. આ રેલીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું મહામિલાવટવાળા એકજૂટ થઇને મોદીને ગાળો આપી રહ્યાં છે.
 


એવો કોઇ દિવસ નહી હોય કે જ્યારે તેઓ મને ગાળો ન આપતાં હોય. બલિયાને રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે જાતિ પૂછીને ઘર અને શૌચાલય નથી બનાવ્યાં, હું મત પણ જાતિના નામ  પર નથી માગી રહ્યો. પીએમ મોદીએ કહ્યું સપા-બસપાના કાર્યકર્તાઓ એકબીજાના માથા ફોડી રહ્યાં હતા, કપડાં ફાડી રહ્યાં હતા પરંતુ હજુ તો ચૂંટણી બાકી છે. પીએમ મોદીએ જણાવ્યું કે જેમ બલિયા બાગી થઇ ગયું છે તેમ હું પણ ગરીબ વિરુધ્ધ બાગી થઇ ગયો, મે ગરીબી વિરુધ્ધ બગાવત કરી છે. 
 


પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે હું તમારી વચ્ચેથી આવ્યો છું, એટલે વિકાસના કામો કરી રહ્યો છું. મે ગરબી-પછાતજાતિને અનુભવ્યું છે. પીએમ મોદીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન આજે દિવસભર ડરેલું રહે છે. પીએમએ જણાવ્યું કે પાકિસ્તાન વિચારે કરતું રહે છે કે ભારતીય જવાનો ક્યાંથી આવશે. વિપક્ષ ક્યારે રાષ્ટ્રવાદ પર વાત કરતા નથી પરંતુ હું જ્યારે વાત કરુ છું ત્યારે તેમને મુશ્કેલી થાય છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ