બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM Modi Addresses Parliament Of Maldives

સંબોધન / માલદીવની સંસદમાં PM મોદીએ કહ્યું- ભારત હંમેશા તમારી સાથે રહ્યું અને રહેશે

vtvAdmin

Last Updated: 08:22 PM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ પહોંચી ચૂક્યા છે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરી હતી. તેમણે માલદીવના સૌથી મોટા નાગરિક સમ્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા.

તમામ સ્થિતિમાં ભારત ખભે-ખભો મિલાવીને ઉભૂ રહ્યું છેઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ સંસદ, ઇંટ-પથ્થરથી નથી બન્યું. આ લોકતંત્રની તે ઉર્જા ભૂમિ છે જ્યાં દેશના ધબકારા તમારા વિચારો અને અવાજમાં ગુંજે છે. માલદીવમાં સ્વતંત્રતા, લોકતંત્ર, ખુશી અને શાંતિના સમર્થનમાં ભારત માલદીવની સાથે ખભે ખભો મિલાવીને ઉભુ રહ્યું છે. ભલે પછી તે 1988ની ઘટના હોય, કે પછી 2004ની સુનામી કે પછી જળસંકટ. અમને ગર્વ છે કે ભારત તમામ પરિસ્થિતિમાં તમારા દરેક પ્રયાસમાં દરેક સમયે સાથે ચાલ્યું છે.


LED લાઇટથી માલદીવ જગમગી રહ્યું છેઃ મોદી

પીએમ મોદીએ કહ્યું, હવે ભારતના સહયોગથી માલેના રોડ અઢી હજાર એલઇડી સ્ટ્રીટ લાઇટ્સના દૂધિયા પ્રકાશમાં ન્હાય રહી છે અને બે લાખ એલઇડી બલ્બ માલદીવવાસિઓના ઘરો અને દુકાનો પ્રકાશ ફેલાવવા આવી ચૂકી છે. 

મોદીએ કહ્યું, ભારત પોતાની શક્તિ અને ક્ષમતાઓના ઉપયોગ માત્ર પોતાની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જ નહીં કરે. પરંતુ આ ક્ષેત્રના અન્ય દેશોની ક્ષમતાના વિકાસમાં પોતાની સહાયતા માટે તમામ દેશોની સુરક્ષા, સંપન્નતા અને ઉજ્જ્વલ ભવિષ્ય માટે કરશે.

ભારત માટે માલદીવથી મોટું કોઇ ભાગીદાર નથીઃ મોદી

પીએમ મોદીએ કહ્યું, ભારત માટે માલદીવથી મોટું કોઇ ભાગીદાર નથી. સારા નરસા સમયમાં એકબીજાનો વિશ્વાસ આપણને મજબૂત કરશે. ભારતે પોતાની ઉપલબ્ધિઓને પાડોશીઓ સાથે શેર કરી.

આતંકવાદીઓને પોતાની બેંક નથી હોતીઃ મોદી

પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે. આતંકવાદીઓને ન તો પોતાની બેંક હોય છે અને ન તો હથિયારોની ફેક્ટ્રી, છતા પણ તેમને પૈસા અને હથિયારોની અછત નથી થતી. આતંકવાદની સ્ટેટ સ્પોન્સરશિપ એ સૌથી મોટો ખતરો બન્યો છે.

માલદીવ-ભારતે કર્યો ફેરી સર્વિસ પર કરારઃ મોદી

માલદીવની સંસદમાં તેમણે કહ્યું, દેશોના સંબંધ માત્ર સરકારો વચ્ચે નથી હોતા, પરંતુ લોકો વચ્ચે સંપર્ક તેમના પ્રાણ હોય છે. એટલા માટે હું તે તમામ ઉપાયોને વિશેષ મહત્વ આપું છું જેમાં people-to-people exchangesને પ્રોત્સાહન મળે. મને ખુશી છે કે આપણે આજે બન્ને દેશો વચ્ચે ફેરી સેવા પર સમજૂતી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maldives PM Narendra Modi Parliament Addressing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ