બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / PM Modi addresses election campaign at dam dam West Bengal

ચૂંટણી / દમદમ રેલીમાં મોદીએ કહ્યું- 'દીદી, બંગાળ તમારી કે તમારા ભત્રીજાની જાગીર નથી'

vtvAdmin

Last Updated: 08:32 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્વિમ બંગાળના દમદમમાં પોતાની રેલીને સંબોધિત કરવા પહોંચેલા પીએમ મોદીએ અહીં મમતા બેનર્જીની ઉગ્ર નિંદા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે દીદી પશ્વિમ બંગાળ તમારી કે તમારા ભત્રીજાની જાગીર નથી.

દમદમમાં જનસભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીને લોકતંત્ર અને સંવિધાન પ્રત્યે દીદીના વલણથી પણ યાદ કરવામાં આવશે. દીદી કાન ખોલીને સાંભળી લો, આ પશ્વિમ બંગાળ તમારી કે તમારા ભત્રીજાની જાગીર નથી. તમે તમારી આંખોથી અહંકાર અને વોટબેંકની પટ્ટી ખોલશો, ત્યારે તમને પણ એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન થઇ જશે. આ પશ્વિમ બંગાળ, માં ભારતીનો એક મહત્વનો ભાગ છે.

મોદીએ કહ્યું કે જે ચોર છે, જે ઘુષણખોર છે, તે મસ્ત છે, પરંતુ જે જય શ્રી રામ કહેનારા છે તેઓ ડરી ડરીને જીવી રહ્યા છે. એક મજાક કરવા પર દીકરીઓને જેલમાં મોકલી દેવામાં આવી રહી છે. હવે આ નથી ચાલવાનું.

મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન અહીં ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી. લોકશાહીમાં આપ્રકારની નીતિ માટે કોઇ જગ્યા નથી. 
મોદીએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓનો ખતરો દિવસ રાત રહે છે, પરંતુ ત્યાં પણ પહેલા પંચાયત ચૂંટણી અને પછી લોકસબા ચૂંટણી હિંસા વગર પૂર્ણ થઇ. ત્યારે, પશ્વિમ બંગાળમાં એવું કોઇ ચરણ ન હતું, એવી કોઇ બેઠક ન હતીં, જ્યાં હિંસા ન થઇ હોય. આ દીદીના અહંકારનું પરિણામ છે.

ભાજપના કાર્યકર્તાઓને ફાંસી પર લટકાવી દે છે દીદીના ગુંડાઃ મોદી
મથુરાપુર રેલીમાં પીએમ મોદીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું કે હારની નિરાશા દીદીને આ પ્રકારે ડરાવી રહી છે કે જાહેરમાં ધમકિઓ પર ઉતરી આવી છે. તેમણે મને જેલ મોકલવાની ધમકી આપી. વોટ બેંક માટે મમતા દીદી કઇ હદ સુધી જઇ શકે છે. મોદીએ કહ્યું કે ટીએમસીની હિંસાના કારણે લોકતંત્ર બદનામ થયું છે. દીદીએ બંગાળને પોતાની જાગીર સમજી લીધી છે. તેઓ બંગાળની દીકરીને જેલમાં નાખી દે છે. 

પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાસાગરની મૂર્તી તોડવાની કડક સજા મળવી જોઇએ. તેમની મૂર્તિ ટીએમસીના ગુંડાઓએ તોડી હતી. દીદીના ગુંડા ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે. તેમને ફાંસી પર લટકાવી દે છે, પરંતુ દીદી આવું કરનારાઓને વધુ આગળ મોકલે છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi West Bengal mamta banerjee Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ