બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi Address Nation And Share Small Video message at 9 am Today

લૉકડાઉન / PM મોદીએ કહ્યું કોરોનાનો અંધકાર દૂર કરીએ, 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ માટે દીવા કરીએ

Bhushita

Last Updated: 09:40 AM, 3 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનતા કર્ફ્યૂ અનેક દેશ માટે મિસાલ બન્યો છે. દેશની સામૂહિક શક્તિ સામે આવી. દેશ એક થઈને કોરોના સામે લડી શકે છે તે જાણી શકાયું. લૉકડાઉનમાં સામૂહિકતા દેખાઈ રહી છે. લોકોને હજુ ઘરમાં રહીને ચિંતા છે કે હજુ કેટલા દિવસ કાઢવા પડશે. પણ તમે ઘરમાં છો પણ કોઈ એકલું નથી. 130 કરોડ લોકોની સામૂહિક શક્તિ દરેકની સાથે છે. PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 5 એપ્રિલે રવિવારે રાતે 9 વાગે બહાર નીકળ્યા વિના લાઈટ બંધ કરી 9 મિનિટ માટે મોબાઈલ લાઈટ, ટોર્ચ, મીણબત્તી, દીવો ચાલુ કરી જનશક્તિનો પરિચય માંગ્યો.

  • PM મોદીએ આપ્યો વીડિયો મેસેજ
  • 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ માંગી
  • અંધકારની વચ્ચે પ્રકાશનો મેસેજ આપી જનતાની મહાશક્તિ જાગૃત કરવા કહયું

5 એપ્રિલે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનુ જાગરણ કરવુ છે

5 એપ્રિલના રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ જોઇએ છે. ઘરની તમામ લાઈટ બંધ કરીને 9 મિનિટ માટે દીવા કરવાના છે. મોમબત્તી, દીવા, લાઈટ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખવી. ઘરની તમામ લાઈટ બંધ હશે, ત્યારે પ્રકાશની મહશક્તિનો અહેસાસ થશે. આ પ્રકાશથી અમે પોતાના મનમાં સંકલ્પ કરીએ કે, અમે એકલા નથી. આ આયોજનના સમયે કોઈએ કહી પણ એકત્રિત થવુ નથી. પોતાના ઘરના દરવાજાએ આ કામ કરવાનું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગને કોઈ પણ સંજોગામાં તોડવાનું નથી. કોરાનાની ચેઈનને તોડવાનું રામબાણ ઈલાજ છે.

દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો છે

લોકડાઉનને આજે 9 દિવસ પૂર્ણ થયા, દેશવાસીઓએ સારો સમર્થન આપ્યો છે. શાસન, પ્રશાસન અને જનતા જનાર્દન સ્થિતીને સંભાળી રહ્યા છે. દેશની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો છે. દેશ એક થઈને કોરોના સામે લડાઈ લડી શકે છે. લોકડાઉનમાં તમારી સામુહિકતા સાર્થક થઇ રહી છે. આપણે સૌ પોતાના ઘરે છીએ પણ કોઇ એકલા નથી. 130 કરોડ દેશવાસીઓને શક્તિ દરેક વ્યક્તિની સાથે છે.

 लॉकडाउन का समय जरूर है, हम अपने अपने घरों में जरूर हैं, लेकिन हम में से कोई अकेला नहीं है। 130 करोड़ देशवासियों की सामूहिक शक्ति हर व्यक्ति के साथ है, हर व्यक्ति का संबल है: वीडियो संदेश में प्रधानमंत्री नरेंद्र मोदी #COVID19 pic.twitter.com/OIEBWneWBl

પીએમ મોદી વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. અને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus PM modi Video Message indians lockdown પીએમ મોદી ભારતીયો લૉકડાઉન વીડિયો મેસેજ સંબોધન PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ