pm modi address in Loksabha, mentions Tiranga Yatra in 1992
સંસદ /
VIDEO : રાહુલ ગાંધી માની ગયા PM મોદીને, લોકસભામાં પીએમના ભાષણ પર થપથપાવા લાગ્યા મેજ
Team VTV06:32 PM, 08 Feb 23
| Updated: 08:03 PM, 08 Feb 23
લોકસભામાં પીએમ મોદીએ કાશ્મીરના લાલચોકમાં તેમની વર્ષો જુની તિરંગા યાત્રાનો પ્રસંગ ટાંકી સંભળાવતા રાહુલ ગાંધી મેજ થપાવતા જોવા મળ્યાં હતા.
લોકસભામાં પીએમ મોદીએ કાશ્મીરની લાલ ચોકની ઘટનાને કરી યાદ
પીએમે કહ્યું હું પણ કાશ્મીરના લાલચોકમાં તિરંગા યાત્રા લઈને ગયો હતો
આતંકીઓને લલકાર આપ્યો હતો કે એકલો આવું છું, કોણે માતાનું દૂધ પીધું છે
પીએમ મોદીની આ ઘટનાની યાદને વખાણી રાહુલ ગાંધીએ
લોકસભામાં પાટલી થપથપાવતા જોવા મળ્યાં
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સંબોધનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર આડકતરી રીતે નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે જે લોકો કાશ્મીર જઈને આવ્યાં છે તેમણે જોયું હશે કે તેઓ કેટલા ગર્વથી ત્યાં જઈને આવી શકે છે. મેં પણ જમ્મુ-કાશ્મીરની યાત્રા કરી હતી અને લાલ ચોકમાં તિરંગો ફરકાવવાનો સંકલ્પ લીધો હતો. પરંતુ ત્યારબાદ આતંકીઓએ પોસ્ટર લગાવ્યા હતા કે જોઈએ લાલ ચોક પર ધ્વજ ફરકાવનાર કોણે માતાનું દૂધ પીધું છે. તે દિવસે 24 જાન્યુઆરી હતી. મેં મીટિંગમાં કહ્યું હતું કે આતંકીઓ કાન ખોલીને સાંભળે, 26 જાન્યુઆરીએ હું બરાબર 11 વાગે લાલ ચોક પહોંચીશ. હું સુરક્ષા વગર આવીશ. હું બુલેટ પ્રૂફ જેકેટ વિના આવીશ અને નિર્ણય લાલ ચોકમાં થશે. કોણે માતાનું ધાવણ પીધું છે કે મને રોકી દેખાડે.
"Unfurled Tricolour at Lal Chowk without bulletproof jacket..." PM Modi recalls Ekta Yatra in Lok Sabha
#WATCH | In 2010 CWG games were held, it was a big opportunity to show the strength of India's youth to the world but due to scam, India became infamous in the world. The decade before 2014 will be known as lost decade & we can't deny that 2030s decade is India's decade: PM Modi pic.twitter.com/z6xBVzwHUH
#WATCH | During 10 years of UPA govt, inflation was in double digits and hence when something good happens, their sadness increases. In the history of the country's independence, 2004-2014 was full of scams. Terror attacks took place across the country in those 10 years: PM Modi pic.twitter.com/Gi6i5vhG8L
લાલચોકની ઘટનાના પીએમ મોદીના ઉલ્લેખ પર રાહુલે થપથપાવી મેજ
પીએમ મોદીએ જ્યારે લાલચોકમાં તિરંગો ફરકાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો ત્યારે રાહુલ ગાંધી પણ મેજ થપકાવતા જોવા મળ્યાં છે. સ્પસ્ટ છે કે રાહુલ ગાંધીએ પીએમની આ વાતને વધાવી હતી.
દુશ્મન દેશનો ગનપાઉડર પણ સલામી ભરી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે મેં ઝંડો ફરકાવ્યો તો દુશ્મન દેશનો ગનપાઉડર પણ સલામ કરી રહ્યો છે. બંદૂકો અને બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે. આજે જે શાંતિ આવી છે... તમે શાંતિથી જઈ શકો છો... સેંકડો જઈ શકે છે. આ માહોલ આપવામાં આવ્યો છે. ઘણા દાયકાઓ પછી પર્યટનની દુનિયામાં રેકોર્ડ તોડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જમ્મુ કાશ્મીરમાં દરેક ઘરમાં તિરંગાનો કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે.
કેટલાક લોકો પરિવારની બર્બાદીમાં લાગ્યાં છે
પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો પોતાના અને પોતાના પરિવાર માટે ઘણું બધું બરબાદ કરવામાં લાગેલા છે. કેટલાક લોકો પોતાના માટે અને પોતાના પરિવાર માટે જીવી રહ્યા છે. 140 કરોડના પરિવાર સાથે જીવી રહ્યા છે મોદી, 140 કરોડના આશીર્વાદ મોદી પાસે છે. તમે જૂઠાણાંના શસ્ત્રોથી આ વિશ્વાસનું બખ્તર ક્યારેય નહીં તોડી શકો.