પીએમ નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે છે. પીએમ મોદીએ સભા સ્થળે સંબોધન કર્યું. પીએમ મોદીએ સભાના સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી.આ અગાઉ સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે છે મા નર્મદાની કૃપા
ગૂજરાતમાં આજે સિંચાઇનું નેટવર્ક ઉભું થયુંઃ મોદી
ઘોઘા-દહેજ બાદ હવે મુંબઇ-હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસની સુવિધા શરૂ કરાશે
પીએમ મોદીએ કહ્યું કે હવે દેશભરમાં હર ઘર, હર જલના લક્ષ્યને આગળ વધારવાનું છે. પ્રધાનમંત્રી કિસાન નીધિ દ્વારા ગુજરાતના દરેકને લાભ મળી રહ્યો છે. ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ મે શરૂ કરાવી હતી, અત્યાર સુધીમાં 3.25 લાખ યાત્રીઓએ તેનો ફાયદો લીધો, અનેક ગાડીઓ પણ ટ્રાન્સપોર્ટથી જઇ ચુકી છે. ટૂંક સમયમાં હવે મુંબઇથી હજીરાની વચ્ચે આ સુવિધા શરૂ કરવામાં આવશે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં રોજ 6.5 હજાર પર્યટકો આવે છે...
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં અત્યાર સુધીમાં 23 લાખ લોકો સરદાર પટેલની મૂર્તિ જોવા આવ્યાં. દરરોજ અંદાજે 6.5 હજાર પર્યટકો આવે છે. જન્માષ્ટમીના અવસર પર 34 હજાર લોકો આવ્યાં હતા. અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા રોજ 10 હજાર લોકો પહોંચે છે, જેને 130 વર્ષ થયા છે.
આજે હૈદરાબાદ મુક્તિ દિવસ છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું કે આજે હૈદરાબાદ મુક્તિ દિવસ છે. 17 સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદનો વિલય ભારતમાં થયો હતો. આજે હૈદરાબાદ દેશની ઉન્નતિમાં યોગદાન આપી રહ્યું છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતનું સપનું આજે સાકાર થઇ રહ્યું છે, આઝાદી બાદ જે કામ અધૂરા રહી ગયા છે તેને આજે ભારત પૂરા કરી રહ્યું છે.
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોએ 70 વર્ષ સુધી ભેદભાવના સામનો કર્યો. સરદાર સાહેબની પ્રેરણાથી એક જરૂરી નિર્ણય લીધો છે, હવે ત્યાં વિકાસ જોવા મળશે.
ગુજરાતમાં આજે સિંચાઇનું નેટવર્ક ઉભું થયું
ગુજરાતમાં આજે સિંચાઇના નેટવર્કને લઇને પાણી બચાવો અભિયાન ચલાવામાં આવ્યું. જેના કારણે 12 લાખ ખેડૂત પરિવારને ફાયદો થયો. આજે ગુજરાતની 19 લાખ હેકટર જમીન ખેતી કરવાને લઇને સક્ષમ બની. IIM સ્ટડીના કારણે સામે આવ્યું કે માઇક્રો ઇરિગેશનના કારણે ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ. 25 ટકા સુધી ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો થયો, 40 ટકા સુધી લેબર કોસ્ટ ઓછી થઇ અને વીજળીની બચત થઇ તે અલગ.
આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે છે મા નર્મદાની કૃપા
નર્મદા ખાતે રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના એ વિસ્તારોમાં મા નર્મદાની કૃપા છે જ્યાં ઘણા બધા દિવસો સુધી પાણી મળતું નહોતું. તમે જ્યારે મને અહીંનું નેતૃત્વ સોપ્યું હતું ત્યારે અમારી સામે અનેક પડકારો હતા. સિંચાઇ માટે, પીવાના પાણી માટે, વીજળી માટે, ડેમનું કામ ઝડપી બનાવવા માટે, બીજી તરફ નર્મદા કેનાલનું નેટવર્ક અને વૈકલ્પિક સિંચાઇ વ્યવસ્થાને આગળ વધારવાની હતી. તેમ છતાં ગુજરાતના લોકોએ હાર ન માની અને આજે સિંચાઇની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભુ થઇ ગયું છે.
જ્યારે જનતાને પીએમ મોદીએ પૂછ્યું- કેમ છો...
જન્મદિવસના અવસર પર પીએમ મોદી નર્મદા ખાતે એક જનસભાને સંબોધન કરી રહ્યાં છે. જ્યાં પીએમ મોદીએ કેવડિયા ખાતે કહ્યું કે ક્યારેક મન કરતું હતું કે ફોટો પાડું, પરંતુ આજે મન કરી રહ્યું હતુ કે જો આજે મારા હાથમાં કેમેરો હોતને તો સારુ હોત. અહીં પીએમ મોદીએ હાજર રહેલા લોકોને પૂછ્યું, કેમ છો? મને અહીં નમામિ મહોત્સવમાં આવવાની તક મળી, જેને લઇને હું ગુજરાતનો આભારી છું. નર્મદાની યોજનાનાથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને લાભ મળશે.
Prime Minister Narendra Modi in Kevadia, Gujarat: In our culture it is believed that development can be done while protecting the environment, and it is evident here. Nature is dear to us, it is our jewel. pic.twitter.com/FmjZmH2Jwl
પીએમ મોદીએ કહ્યું કે આજે સરદાર પટેલનું સ્વપ્ન પૂરુ થયું છે, તે પણ તેમની નજર સામે, કારણ કે સામે જ સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ છે. આ સ્થિતિમાં આવવા માટે લાખો લોકોનું યોગદાન રહ્યું છે, સાધુ-સંતોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આજે અમે દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરુ છું. ગુજરાતના દરેક ગામડામાં આપણે વિકાસ લઇ જવાનો છે.
CM વિજય રૂપાણીનું સભાને સંબોધન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સ્થળ ખાતે સંબોધન કર્યું હતું. જેમાં સીએમ રૂપાણીએ કહ્યું કે આજે ઐતિહાસિક અવસર છે, નર્મદા ડેમ પૂર્ણ ઉંચાઇએ પહોંચ્યો છે. નર્મદા ડેમ રાજ્યની જીવાદોરી સમાન છે. નર્મદા ડેમમાં 5 ગણું પાણી ભરાયું છે. સરદાર પટેલે નર્મદા ડેમનું સ્વપ્ન જોયું હતું. પહેલા ડેમની મંજૂરી મળતી નહોતી. મોદી પીએમ બન્યા બાદ 17 દિવસમાં દરવાજાની મંજૂરી મળી ગઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે PM મોદી પોતાનો જન્મદિનને લઇ ગુજરાતની મુલાકાતે છે. નર્મદા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે PM મોદી વહેલી સવારે કેવડિયા કોલોની પહોંચ્યા હતા.