બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:41 PM, 24 April 2022
ADVERTISEMENT
પીએમ કિસાનમાં મોટા ફેરફાર
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શરૂઆતથી લઇને અત્યાર સુધી 8 ફેરફાર કરવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના રૂપિયા આવી ગયા છે. હવે 11મા હપ્તાનો લાભ લેવા માટે ઘણા દસ્તાવેજો ફરજીયાત કરી દેવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા લાભાર્થીઓ માટે e-KYC ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે ફરી એક વખત ફેરફાર કર્યો છે, જે હેઠળ બિનલાયક લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે. જે હેઠળ તમે જાણી લીધુ હશે કે તમે જે હપ્તો ઉઠાવી રહ્યાં છે, તમે તેને લાયક છો અથવા તમારે હપ્તો પાછો આપવો પડશે.
ADVERTISEMENT
ખોટા ખેડૂતો પર સરકારનું કડક વલણ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કોઈ કરદાતા પણ તેનો લાભ લઇ રહ્યાં છે તો ઘણા પરિવાર એવા છે, જ્યાં પતિ-પત્ની બંને લાભ ઉઠાવી રહ્યાં છે. આ યોજનાના નિયમ મુજબ ખેતર પતિ અને પત્ની બંનેના નામે હોય. પરંતુ જો એકસાથે રહે છે અને પરિવારમાં બાળકો સગીર છે તો ફક્ત એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે. હવે સરકારે આવા ખોટા ખેડૂતો પર ગાળીયો કસવાનુ શરૂ કર્યુ છે અને નોટીસ પણ મોકલી છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી છે તો તમે સ્વેચ્છાએ ખોટી રીતે લીધેલી રકમને પાછી આપી દો. જેના માટે સરકારે પીએમ કિસાન પોર્ટલ પર એક સુવિધા આપી છે.
આ રીતે કરો ઑનલાઈન રકમ પાછી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.