બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM Kisan Yojana 12th installment may get stuck due to such errors other than KYC, fix it fast

PM Kisan Yojana / KYC સિવાયની આવી ભૂલોને કારણે અટકી શકે છે 12મો હપ્તો, ફટાફટ સુધારી લો

Megha

Last Updated: 03:00 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કેવાયસી કરાવી લીધું છે પણ તમે આવી ભૂલો કરી છે તો પણ આવનાર 12 હપ્તો અટકી શકે છે.

  • કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી જે નીકળી ગઈ છે
  • કેવાયસી કરાવી લીધું છે પણ આવી ભૂલો કરી છે તો પણ12 હપ્તો અટકી શકે
  • કેટલીક ભૂલો અને તેને કેવી રીતે સુધારવી એ વિશે વિસ્તારથી જાણો 

આપણા દેશમાં ઘણી પ્રકારની યોજનાઓ ચાલે છે જેનું સંચાલન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. તેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર, આવાસ વગેરે પ્રકારની યોજનાઓ શામેલ છે. એવી જ એક યોજના ખેડૂતો માટે પણ ચાલે છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના. જેના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. એ યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી કરાવવું ફરજિયાત હતું અને કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી જે નીકળી ગઈ છે. હવે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેને આ આર્થિક યોજનાઓનો લાભ અને આવનાર 12મો હપ્તો નહીં મળે. 

જો તમે કેવાયસી કરાવી લીધું છે પણ તમે આવી ભૂલો કરી છે તો પણ આવનાર 12 હપ્તો અટકી શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અને જો તમે આવી ભૂલો કરી છે તો તેને કેવી રીતે સુધારવી એ વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ. 

આ છે એ ભૂલો - 
ઘણી વખત એવું બને છે કે તમારા બેંક અને તમારા આધાર કાર્ડમાં નામની સ્પેલિંગ અલગ અલગ હોય છે. જો આવું હશે તો તમને 12 હપ્તો મળવામાં મુશ્કેલી પડી શકે છે. એ સિવાય જો તમે આધાર નંબર ખોટો આપ્યો હોય કે બેંક ખાતા નંબર લખવામાં કોઈ ગડબડ થઈ ગઈ હોય અથવા તો જેંડર લખવામાં કોઈ ભૂલ થઈ હોય તો પણ તમારા પૈસા અટકી શકે છે. 

કેવી રીતે સુધારવી ભૂલ - 
સ્ટેપ 1 

જો તમારા ફોર્મમાં ઉપર જણાવેલ કોઈ પણ ભૂલ થઈ ગઈ છે તો તેને સુધારવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જવું પડશે અને ત્યાં ફોર્મર કોર્નર પર ઓપ્શનમાં જઈને 'હેલ્પ ડેસ્ક' નો વિકલ્પ પસંદ કરવો પડશે. 

સ્ટેપ -2 
એ પછી તમારી જે સમસ્યા છે તેના માટે 'રજીસ્ટર કેરી' વિકલ્પ પસંદ કરવો પડશે અને તમારા આધાર, બેંક એકાઉન્ટ કે પછી મોબાઈલ નંબર પર ક્લિક કરવું પડશે. 

સ્ટેપ -3 
એ પછી તમારે 'ગેટ ડિટેલ્સ' પર ક્લિક કરવું પડશે. એ પછી તમારી સામે સમસ્યાની લિસ્ટ આવશે. તમને લગતી સમસ્યા પર ક્લિક કરીને સબમિટ કરવાની રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

12મો હપ્તો PM kisan yojana કિસાન સમ્માન નિધિ કેવાયસી પીએમ કિસાન સમ્માન નિધિ pm kisan yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ