ગ્રામીણોને રાહત /
કૃષિ ધીરાણ મંડળીઓ હવે આપી શકશે 300થી વધુ સેવાઓ, મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય
Team VTV06:19 PM, 04 Feb 23
| Updated: 06:24 PM, 04 Feb 23
કેન્દ્ર સરકારે એક સમજૂતી કરાર કરીને દેશની કૃષિ ધીરાણ મંડળીઓને 300થી વધુ સેવાઓ આપવા દેવાની છૂટ આપી છે.
પીએમ કિસાનના 13મા હપ્તા પહેલા સારા સમાચાર
સરકારે કૃષિ ધીરાણ મંડળીઓને આપી 300 સેવાઓ આપવાની છૂટ
13 કરોડ લોકો સહિત ગ્રામીઓને આપી શકશે સેવાઓ
અમિત શાહે મંત્રાલયો વચ્ચે કરાવ્યો મહત્વનો કરાર
પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓ આતુરતાથી 13મા હપ્તાની રાહ જોઈ રહ્યાં છે પરંતુ આ પ્રતીક્ષા પૂરી થાય તેમ લાગતું નથી. આશા છે કે પીએમ કિસાન યોજના (પીએમ કિસાન યોજના)નો 13મો હપ્તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ગમે ત્યારે આવી શકે છે. સાથે જ સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે આ ક્રમમાં અમિત શાહની આગેવાનીવાળા સહકાર મંત્રાલયે મંત્રાલય, સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યાં છે.
A historic MoU has been signed by the Ministry of Cooperation, Ministry of Electronics & Information Technology, NABARD, and CSC e-Governance Services India Limited.
— Ministry of Cooperation, Government of India (@MinOfCooperatn) February 3, 2023
કૃષિ ધિરાણ મંડળીઓ સરકારી સેવાઓ આપી શકશે
સમજૂતી કરાર હેઠળ સર્વિસિંગ સેન્ટર્સ મારફતે પ્રદાન કરવામાં આવતી સેવાઓ હવે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ આપી શકશે. કેન્દ્રીય ગૃહ અને સહયોગ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
As per the MoU, PACS will now be able to function as Common Service Centres and more than 300 services will be made available to the rural population including 13 crore farmer members of PACS.@blvermaup#CSC | #DigitalSevaPortalpic.twitter.com/poN7bbSa4c
— Ministry of Cooperation, Government of India (@MinOfCooperatn) February 3, 2023
13 કરોડ લોકો સહિત ગ્રામીણ વસતીને 300થી વધારે સેવાઓ
સમજૂતી કરાર પ્રમાણે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના 13 કરોડ લોકો સહિત ગ્રામીણ વસતીને 300થી વધારે સેવાઓ મળી શકશે. તેનાથી પીએસીએસની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને તેમને આત્મનિર્ભર આર્થિક સંસ્થાઓ બનવામાં મદદ મળશે.
— Ministry of Cooperation, Government of India (@MinOfCooperatn) February 3, 2023
કઈ સેવાઓ સામેલ?
આ સેવામાં બેંકિંગ, આધાર નોંધણી /અપડેટ, કાનૂની સેવાઓ, વીમો, કૃષિ સંબંધિત, પાન કાર્ડ, આઈઆરસીટીસી, બસ અને હવાઈ મુસાફરીની ટિકિટનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરીના બીજા વીકમાં આવી શકે 13મો હપ્તો
ઉલ્લેખનીય છે કે સરકારે ફેબ્રુઆરીના બીજા હપ્તામાં ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો આપી શકે છે.