બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm kisan samman nidhi 11th installment e kyc mandatory know how to complete

તમારા કામનુ / ખેડૂતો માટે ખુશખબરી, થોડા જ દિવસોમાં ખાતામાં પડશે રૂપિયા, પહેલા પતાવી દો આ કામ

Premal

Last Updated: 03:47 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ખેડૂતોની સ્થિતિને સારી બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાંથી એક છે કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

  • ખેડૂતો માટે ખુશખબર
  • ટૂંક સમયમાં આવી શકે છે કિસાન યોજનાના પૈસા
  • યોજનાના લાભાર્થીઓએ પહેલા આ જરૂરી કામ પતાવી લેવા

11મા હપ્તા પહેલા લાભાર્થીઓ જરૂરી કામ પતાવી લે

સરકાર ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આ રકમ આપે છે. સરકાર અત્યાર સુધી આ યોજના હેઠળ 10 હપ્તા આપી ચૂકી છે. હવે ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ 11મા હપ્તા પહેલા લાભાર્થીઓએ આ જરૂરી કામ પતાવી લેવા જોઈએ. નહીં તો આવી રહેલા હપ્તાથી વંચિત રહી જશે. 

લાભાર્થીઓ માટે e-KYC કરાવવુ જરૂરી

સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે e-KYC જરૂરી કર્યુ છે. કિસાન સન્માન નિધિના 11મા હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતોને 31મે પહેલા e-KYC આવશ્ય કરાવી લેવુ જોઈએ. જો કોઈ લાભાર્થી આવુ કરવામાં અસફળ થાય છે તો સરકાર તેના ખાતામાં 11મા હપ્તાના 2000 રૂપિયા નહીં નાખે. ઉલ્લેખનીય છે કે, ઈ-કેવાઈસીની પ્રક્રિયા પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર ફરીથી શરૂ કરવામાં આવી છે.  હવે લાભાર્થી ઘર બેઠા e-KYCની પ્રક્રિયા પૂરી કરી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા આ સુવિધા પોર્ટલ પર બંધ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને વેબસાઈટ પર આ સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. 

ઑનલાઈન કેવીરીતે કરો e-KYC 

  1. સૌથી પહેલા પીએમ કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  2. ફાર્મ્સ કોર્નર હેઠળ e-KYC ટેબ પર ક્લિક કરો.
  3. સામે એક પેજ ખુલીને આવશે. જ્યાં આધાર નંબરની જાણકારી આપીને સર્ચ ટેબ પર ક્લિક કરો.
  4. પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
  5. સબમિટ ઓટીપી પર ક્લિક કરો અને ઓટીપી નાખીને સબમિટ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

11th installment Pm kisan samman nidhi scheme e kyc mobile number PM Kisan Sanman Nidhi Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ