બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Kisan: In this Navratri, the government will give great news to the farmers, 12th installment will release soon
Megha
Last Updated: 01:36 PM, 25 September 2022
ADVERTISEMENT
PM કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકાર આ નવરાત્રિમાં ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના પૈસા મોકલી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રીની શરૂઆતમાં ખાતામાં 2000 રૂપિયા આવશે. તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ખાસ યોજના સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ચલાવવામાં આવે છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ એવું જણાવ્યું કે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં 2000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે 5 ઓકટોબર સુધી તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની આશા છે.
ADVERTISEMENT
નવરાત્રી પર આવી શકે છે પૈસા
મળતી માહિતી અનુસાર પીએમ સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો ખેડૂતોને ઓકટોબર મહિનાની શરૂઆતમાં મળી રહેશે. આ પહેલા ખેડૂતો પાસેથી ઇ-કેવાયસી અપડેટ કરવાની અપીલ કરવામાં આવી હતી ને તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ રાખવામાં આવી હતી પણ ખેડૂતોનું ઇ-કેવાયસી પૂર્ણ થયું ન હતું અને તેને કારણે 12 મો હપ્તો મોડો આવી રહ્યો છે.
કિસાન સન્માન નિધિ ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ભારત સરકારની મહત્વની યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સરકારની યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસા 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.
ઈ-કેવાયસી પૂર્ણ હોય ફક્ત તેવા ખેડૂતોને મળશે પૈસા
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી અનિવાર્ય કરવામાં આવ્યું છે. ઇ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી, જેમાં શરત રાખવામાં આવી હતી કે આ તારીખ સુધીમાં લાભ લેનારા તમામ ખેડૂતો ઇ-કેવાયસી સંબંધિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે જો નહીં કરે તો તેમને 2000 રુપિયાની સહાય નહીં મળે. ઈ-કેવાયસી માટેની આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે પણ એ છતાં ઇ-કેવાયસીની સુવિધા હજુ ચાલુ છે. જો તમે પણ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તો 12 મો હપ્તાના પૈસા અટકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.