pm johnson announced the national lockdown as new strain of coronavirus is spreading rapidly
lockdown /
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધ્યો ભય, પ્રધાનમંત્રીએ આપ્યા આ આદેશ
Team VTV07:19 AM, 05 Jan 21
| Updated: 08:18 AM, 05 Jan 21
બ્રિટનમાં કોરોના વાયરસના કહેર બાદ આવેલા કોરોનાના નવા સ્ટ્રેન વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે સતર્કતા જાળવવા માટે પ્રધાનમંત્રી બોરિસ જોનસને અહીં કડક પ્રતિબંધની સાથે સાથે લોકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે શાળાઓને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ બોરિસ જોનસને કરી મોટી જાહેરાત
કોરોનાના નવા સ્ટ્રેનને લઈને ખતરો
લાગૂ કર્યું લોકડાઉન, શાળાઓ કરી બંધ
UK PM imposes harsh lockdown for England amid COVID-19 new variant
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોનાના નવા સ્ટ્રેનથી અનેક દેશો પ્રભાવિત થઈ રહ્યા છે. આ સમયે બ્રિટનના પીએમ બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે દેશમાં હાલમાં પ્રતિબંધોને કડક કરવામાં આવ્યા છે. આ સાથે તેઓએ શાળાઓ બંધ કરવાની પણ જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન વધારે વધારે ખતરનાક છે. લોકડાઉનથી જ લોકોના જીવ બચી શકે છે.
લોકડાઉનની રણનીતિ
પીએમ જોનસને લોકડાઉનને લઈને પણ રણનીતિ તૈયાર કરી છે. તેઓએ અતિસંવેદનશીલ વિસ્તારોના લોકોને વધારે સાવધાની રાખવા કહ્યું છે. આ સાથે તેઓએ કહ્યું કે જો જરૂર ન હોય તો ઘરમાં જ રહો. માસ્કનો સૌથી વધારે ઉપયોગ કરો. પીએમએ એમ પણ કહ્યું કે થોડા અઠવાડિયા સુધી દેશમં કડક નિયમો લાગૂ રહેશે. તો જ આ નવા સ્ટ્રેનને કંટ્રોલમાં લઈ શકાશે. તેઓએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા મંગળવારે દેશમાં 24 કલાકમાં 80 હજારથી પણ વધારે કેસ નોંધાયા હતા.
ખાસ અપીલ
પીએમ જોનસને કહ્યું કે આ સમય એકસાથે મળીને કોરોનાના નવા સ્ટ્રેન પર કાબૂ મેળવવાનો છે. આપણે જલ્દી તેની પર નિયંત્રણ મેળવી લઈશું. તેઓએ લોકોને ધૈર્ય બનાવી રાખવાની અપીલ કરી અને કહ્યું કે ફેબ્રુઆરી મહિનાથી આ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાશે. તેઓએ કહ્યું કે આ સમય તેમની સરકાર લોકોના જીવન બચાવવા ઈચ્છે છે અને સાથે તેમના હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉનની અપીલ કરી નિયમોનું પાલન કરવા કહ્યું છે.