પાક. PM ઇમરાન ખાને આતંકવાદીઓને આપ્યો છૂટો દોર! આતંકી સગંઠન લશ્કરે ખરીદી બેનામી સંપતિ

By : hiren joshi 03:57 PM, 11 October 2018 | Updated : 03:57 PM, 11 October 2018
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર ભારત પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે હવે લશ્કર પોતાનું નવું હેડક્વાર્ટર ઉભુ કરી રહ્યું છે. હાલ લશ્કરનું હેડક્વાર્ટર લાહોરમાં સક્રિય છે. પણ હવે પંજાબનું બહાવલપુર લશ્કરનો નવો બેઝ છે. બહાવલપુરમાં આતંકીઓને ટ્રેનિંગ પૂરી પાડવા તમામ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હાઉસિંગ મેડિકલ, એજ્યુકેશનલ અને આડીઅલાજિકલ ટ્રેનિંગ ફૈસેલટીજના કેમ્પસ બનાવે તેવી સંભાવના છે.

બહુરાષ્ટ્રીય નાણાકીય કાર્ય ટાસ્ક ફોર્સ(FATF)નું પ્રતિનિધિત્વ કરનારા નાણાકીય અપરાધ નિષ્ણાત, જેમણે આતંકવાદી ફાઇનાન્સિંગ વિરૂદ્ધ કામ ન કરવાની તક પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપી છે, તે હાલ પાકિસ્તાનમાં જિહાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના પોતાનવા દાવાઓનું આંકલન કરવા માટે દેશમાં છે.

ઉલ્લેખનીય છે કે, લશ્કર બહાવલપુરમાં બેનામી સંપતિ પણ ખરીદી રહ્યું છે. ત્યારે આતંકી સંગઠન લશ્કરની આ હરકત સામે શું પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે કે કેમ. કારણ કે વારંવાર પાકિસ્તાન દ્વારા એવા ખુલાસા કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી સંગઠન કાર્યરત નથી.Recent Story

Popular Story