pm economic advisory committee recommend universal pension sys higher retirement age boost to income security know more
BIG NEWS /
રિટાયરમેન્ટ-પેન્શન પર સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર? કરોડો સિનિયર સીટીઝનને થશે આ ફાયદો
Team VTV06:47 PM, 22 Nov 21
| Updated: 06:51 PM, 22 Nov 21
PMની આર્થિક સલાહકાર સમિતિએ આ પ્રસ્તાવ આપ્યો છે કે દેશમાં રિટાયરમેન્ટની ઉંમર વધારવાની સાથે જ યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવું જોઈએ.
ટૂંક સમયમાં ખુશખબર આપી શકે છે મોદી સરકાર
પેન્શનર્સ અને રિટાયરમેન્ટ પર થશે અસર
જાણો તમને શું થશે ફાયદો
કેન્દ્ર સરકાર કર્મચારીઓને જલ્દી જ ખુશખબરી આપી શકે છે. કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમર અને પેન્શન વધવા પર સરકાર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિની તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમાં દેશમાં લોકોને કામ કરવાની ઉંમર સીમાં વધારવાની વાત કરવામાં આવી છે. સાથે જ પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં રિટાયરમેન્ટની ઉંમર વધારવાની સાથે જ યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવું જોઈએ.
સીનિયર સિટીઝનની સુરક્ષા
સમિતિના રિપોર્ટ અનુસાર, આ સલાબ હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછા 2000 રૂપિયાનું પેન્શન આપવામાં આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સીનિયર સિટીઝનની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.
સ્કિલ ડેવલોપમેન્ટ છે જરૂરી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કામકાજની ઉંમરની આબાદીને વધારવામાં આવે છે તો તેના માટે સેવાનિવૃત્તિની ઉંમરને વધારવાની ખૂબ જરૂર છે. સામાજીક સુરક્ષા પ્રણાલી પર દબાવને ઓછો કરવા માટે એવું કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે પણ સ્કિલ ડેવલોપમેન્ટની વાત કહેવામાં આવી છે.
સરકાર બનાવે નીતિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી કૌશલ વિકાસ કરવામાં આવી શકે. આ પ્રયત્નમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, રિફ્યુઝી, પ્રવાસીઓને પણ શામેલ કરવામાં આવવા જોઈએ જેમની પાસે ટ્રેનિંગ લેવાના સાધન નથી હોતા. પરંતુ તેમના ટ્રેન્ડ હોવા જરૂરી છે.