બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ઈલેક્ટ્રિક સ્કૂટી થઈ સસ્તી, મોદી સરકારે PM E-Drive યોજનો લાભ વધાર્યો, જાણો સંપૂર્ણ વિગત
Last Updated: 02:08 PM, 13 September 2024
ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની માર્ટેકમાં ડિમાન્ડ વધતી જઈ રહી છે. ત્યાં જ સરકાર પણ લોકોને ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રેરિત કરી રહી છે. તેના માટે સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર સબ્સિડી પણ આપી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પર સબ્સિડીને આવતા સાત મહિનાઓ સુધી વધારી દીધી છે.
ADVERTISEMENT
ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર મોટી ભેટ
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા PM E-Drive દ્વારા ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર પર 10 હજાર રૂપિયાની સબ્સિડી આપવામાં આવી રહી છે. સરકારે આ વાહનો પર મળતા સબ્સિડી પ્લાનને વધારીને માર્ચ 2025 સુધી વધારી દીધો છે. ત્યાં જ સરકાર ઈલેક્ટ્રિક ત્રી વ્હીલર વાહનો પર પણ 50 હજાર રૂપિયાની સબ્સિડી આપી રહી હતી. પરંતુ સરકારે એપ્રિલ 2024થી આ રકમને ઘટાડીને 25 હજાર રૂપિયા કરી દીધી છે.
વધારવું પડશે ચાર્જિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરકારની આ યોજના વિશે જણાવતા ગુરૂવારે જાણકારી શેર કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આપણો ઉદ્દેશ્ય છે કે માર્ચ 2026 સુધી ટૂ-વ્હીલરના ક્ષેત્રમાં લગભગ 10 ટકા વાહનોને અને ત્રી વ્હીલર વાહનોમાં લગભગ 15 ટકા વાહનોને ઉતારી શકાય. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે અને ક્લીન ટ્રાન્સપોર્ટેશન માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું જરૂરી છે.
વધુ વાંચો: 6 સ્વિસ ખાતાઓમાં 2600 કરોડ રૂપિયા ફ્રીઝ! અદાણી ગૃપે હિંડનબર્ગના દાવાને પાયાવિહોણા ગણાવ્યા
ઈલેક્ટ્રિક કારો પર સૌથી ઓછુ GST
સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાની યોજના હેઠળ ઈલેક્ટ્રિક કારો પર સૌથી ઓછું GST લગાવવામાં આવે છે. સરકાર દ્વારા ઈલેક્ટ્રિક કારની ખરીદી પર ફક્ત પાંચ ટકા GST જ લગાવવામાં આવે છે. સરકારનું કહેવું છે કે નવી યોજનાને FAMEના પાછલા બે ચરણોને જોતા તૈયાર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.